HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી, ગુજરાતમાં પણ મળ્યો કેસ, જાણી લો આ વાયરસ વિશે
વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા પછી ચીનમાં HMPV નામના વાયરસની એન્ટ્રી થઇ છે. આ વાયરસનો બીજો કેસ બેંગલુરુમાં સામે આવ્યો છે. આ બંને કેસ કર્ણાટકમાંથી મળી આવ્યા છે. ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પણ કેસ નોંધાયો છે. અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરાયો છે.
બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાના બાળકમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે, અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. એક ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી.
The Indian Council of Medical Research (ICMR) has detected two cases of Human Metapneumovirus (HMPV) in Karnataka. Both cases were identified through routine surveillance for multiple respiratory viral pathogens, as part of ICMR's ongoing efforts to monitor respiratory illnesses… pic.twitter.com/PtKYmgztKb
— ANI (@ANI) January 6, 2025
અહીં તમને જણાવી દઈએ કે, HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ અગાઉ, 3 મહિનાની બાળકી ચેપગ્રસ્ત મળી આવી હતી. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવજાત બાળકને બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.
હવે એક 8 મહિનાનું બાળક સંક્રમિત જોવા મળ્યું છે. તેને બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળકનો ટેસ્ટ રિપોર્ટ 3 જાન્યુઆરીએ પોઝિટિવ આવ્યો હતો. બાળક હવે સ્વસ્થ થઈ રહ્યું છે. જો કે, બેમાંથી કોઈપણ દર્દીએ હાલમાં કે પહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો હોય તેવું જાણવા મળ્યું નથી.
આ વાયરસને હ્યુમન મેટાન્યૂમો વાયરસ અથવા HMPV વાયરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ઘરઘરાહટ, વહેતું નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઈઝરી બહાર પાડી છે.
એક નિવેદન અનુસાર, આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક, ડૉ. વંદના બગ્ગાએ રવિવારે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં દિલ્હીમાં શ્વસન સંબંધી રોગોનો સામનો કરવાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભલામણો હેઠળ, હોસ્પિટલોને IHIP પોર્ટલ દ્વારા ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગોના કેસોની તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોને SARI કેસ અને લેબ દ્વારા પુષ્ટિ થયેલ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા સૂચના આપવામાં આવી છે. તેમને ઓક્સિજનની સાથે હળવા લક્ષણોવાળા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોન્કોડાયલેટર અને કફ સિરપની ઉપલબ્ધતા કરી રાખવા સૂચના આપવામાં આવી છે.
US સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, HMPVએ કોઈ નવો વાયરસ નથી. તેને સૌપ્રથમ 2001માં શોધી કાઢવામાં આવ્યો હતો. એક નિષ્ણાત કહે છે કે, કેટલાક સેરોલોજિકલ પુરાવા દર્શાવે છે કે, આ વાયરસ 1958ની આસપાસનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp