ટ્રાવેલિંગ દરમિયાન ઊલટી કે ચક્કર આવતાં હોય તો તેનાંથી બચવા માટે અપનાવો આ ટિપ્સ

PC: tripsavvy.com

ટ્રાવેલિંગ દરમિયાન ઘણાં લોકોને ચક્કર, ઊલટી અને ઉબકાં જેવી તકલીફો થાય છે. આ કારણે તેઓ લાંબો પ્રવાસ ટાળતાં હોય છે. ઘણીવાર લોકો ટ્રાવેલ દરમિયાન આવી તકલીફોથી બચવા માટે દવાઓ, ચૂરણ અને લીંબુ વગેરે સાથે રાખે છે. તો કેટલાક લોકો પ્રવાસે જતા અગાઉ આખો દિવસ કંઈ જ ખાતા નથી. તેમને એવું લાગે છે કે આવું કરવાથી તેઓ આરામથી કોઈપણ પ્રકારની તકલીફ વિના ટ્રાવેલ કરી શકશે.

પરંતુ, તમને જણાવી દઈએ કે ચક્કર અને ઊલટી-ઉબકાં આવવા જેવી તકલીફોથી બચવા માટે તમારે કેટલીક અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે, આ તકલીફોથી બચવા માટે ભૂખ્યા રહેવું એ કારગર ઉપાય નથી. માત્ર જરૂર છે તો કેટલીક બાબતોને અવોઈડ કરવાની.

કાર્બ્સ

ક્યારેય પણ ટ્રાવેલિંગ કરતાં અગાઉ બ્રેડ, પાસ્તા, નુડલ્સ, ભાત જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ. કારણ કે, ટ્રાવેલિંગ દરમિયાન એક સીટ પર બેઠાં-બેઠાં આવું કાર્બોહાઈડ્રેડ યુક્ત ભોજન પચતું નથી. આથી, તેને અવોઈડ કરવાથી તમને હળવું અને એનર્જેટિક ફીલ થશે.

સ્વીટ એન્ડ સોલ્ટ

ટ્રાવેલિંગ દરમિયાન તેલમાં ડીપ ફ્રાય સ્નેક્સ, ભજીય, મિઠાઈ અથવા આઈસ્ક્રીમ ખાવાથી તકલીફ થઈ શકે છે. કારણ કે, આવું સ્વીટ એન્ડ સોલ્ટી ફૂડ તમારા શરીરમાં ફ્લૂડ સિટેન્શનનું કારણ બનશે. આથી, પ્રવાસ દરમિયાન કંઈક ખાવું હોય તો હળવું ભોજન લો, જેમાં મીઠું અને મિઠાશ બંને ઓછાં હોય.

આલ્કોહોલ

દરેક વ્યક્તિ નહીં, પરંતુ કેટલાક લોકોને પ્રવાસ પર જતાં પહેલાં પોતાનું ફેવરિટ હાર્ડ ડ્રિંક પીવાની ટેવ હોય છે. આવું કરવાથી તેમને એવું લાગે છે કે તેમને સારી ઊંઘ આવશે. પરંતુ, તમને જણાવી દઈએ કે આલ્કોહોલ ડિહાઈડ્રેશન અને બ્લોટિંગનું કારણ બને છે. આ કારણે તમારું પેટ ફૂલે છે અને વારંવાર તરસ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp