મધર્સ ડે નિમિત્તે મહિલા વકીલો માટે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ

PC: freepressjournal.in

મધર્સ ડેની ઉજવણીના ભાગરૂપે ધી સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડવોકેટ્સ એક્ટિવ કમિટીના કન્વીનર પ્રીતિ જોષી દ્વારા મહિલા વકીલો અને સામાજિક સંસ્થાની મહિલાઓ માટે વિનામૂલ્યે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં હાંડકા,ચરબી, બ્લડપ્રેશર, ઓક્સિજન, ફિઝિયોથેરાપી, દાંત, હાર્ટ, પેશાબ-કિડની અને ડાયાબિટીસની તપાસ કરાશે.

(તસવીર એડવોકેટ પ્રીતિ જોષી) 

આ મેડીકલ કેમ્પમાં ડો. સોનિયા ચંદાની ની દેખરેખ હેઠળ ડો. રોહિણી, ડો. અંજલી, ડો. પીનલ, ડો. ભાર્ગવી, ડો, મીત્તલ અને ડો. કાજલ વગેરે નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરવામાં આવશે. આ કેમ્પ બોમ્બે મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, ચોથો માળ, અલાથણ ખાતે યોજાશે. જેમાં જોડાવવા માટે એડવોકેટ પ્રીતિ જોષી 98251 14156 પર સંપર્ક કરવાનો રહેશે. આ કેમ્પમાં તમામ મહિલા વકીલો અને સામાજિક સંસ્થાના બહેનો લાભ લઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp