108 એમ્બ્યુલન્સ ગુજરાતમાં દર કલાકે 13 જિંદગી બચાવે છે, જાણો વધુ આંકડા

PC: indianexpress.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી વધુ 324 નવી 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. રાજ્યભરમાં હાલ કુલ 589 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત 108 સેવાના વ્યાપ તેમજ એમ્બ્યુલન્સ વાહનોની ગુણવતા જળવાઇ રહે તે માટે જુની થયેલ એમ્બ્યુલન્સોને બદલવા માટે પ્રતિ વર્ષ 100 નવી એમ્બ્યુલન્સોની બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે. આ ઉપરાંત નવજાત શિશુને સારી આરોગ્ય સેવા મળે અને બાળ મૃત્યુ દર ઘટાડવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર દ્વારા 28 નવી નિયોનેટલ એમ્બ્યુલન્સ મંજુર કરવામાં આવી છે.

વર્તમાનમાં રાજ્યમાં કાર્યરત કુલ 587 એમ્બ્યુલન્સોમાં વધારાની નવી 324 એમ્બ્યુલન્સનો ઉમેરો થતાં જુની થયેલ 261 એમ્બ્યુલન્સો બદલવામાં આવશે તેમજ 63 નવા એમ્બ્યુલન્સ ના લોકેશનનો ક્રમશ: ઉમેરો કરતાં કુલ એમ્બ્યુલન્સોની સંખ્યા 650 સુધી લઇ જવામાં આવશે. રાજ્ય સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ 3300 જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. દર 25 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના થાય છે.

Image may contain: one or more people, people standing, wedding and outdoor

છેલ્લા 12 વર્ષના સમયગાળામાં 1 કરોડ 1 લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા આપવામાં આવી છે. આ સમયગાળામાં રાજ્યભરની વિવિધ એમ્બ્યુલન્સ દ્વારા 30 કરોડથી વધારે કિલોમીટરનું ભ્રમણ કરવામાં આવ્યું છે. 108 દ્વારા રોજના સરેરાશ 9,700 કરતાં વધારે કૉલને પ્રતિસાદ આપવામાં આવે છે. આ સિવાય 8.5 લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલ મહામુલી માનવ જિંદગીઓનો બચાવવામાં આવી છે એટલે કે, પ્રતિ કલાકે 13 મહામુલી માનવ જીંદગી બચાવવામાં આવે છે.

108 એમ્બ્યુલન્સ દ્વારા કરાયેલી કામગીરીની વિગતો:

મેડિકલ 1,01,67,297 મુખ્ય મેડિકલ ઇમરજન્સીની સંખ્યા

પોલીસ 1,44,938 ગર્ભાવસ્થા સંબંધિત કેસ 35,96,441

ફાયર 5,516 માર્ગ અકસ્માતના કેસ 13,50,567

કુલ 1,03,17,751હ્રદય રોગ સંબંધિત કેસ 4,92,752

શ્વાસને લગતા કેસ 5,11,627

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો લાભ નાગરિકોને ઝડપથી પુરો પાડવા માટે ‘108 ગુજરાત’ નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશનનું અગાઉ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કુલ 1,42,000 નાગરિકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

અત્રે નોંધનીય છે કે, તા.29 ઓગસ્ટ-2007 થી 108નો પ્રારંભ થયો ત્યારે ગુજરાત દેશમાં આવી સેવા શરૂ કરનાર બીજું રાજ્ય હતું. તાજેતરમાં તા. 29 ઓગસ્ટ-2019ના રોજ 108 સેવાએ ગુજરાતમાં સફળતાપૂર્વક 12 વર્ષ પુર્ણ કર્યા છે. માત્ર પ3 જેટલી એમ્બ્યુલન્સથી શરૂ થયેલી સેવા આજે પ89 એમ્બ્યુલન્સ (2 બોટ એમ્બ્યુલન્સ સાથે) સુધી પહોંચી છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp