જાણો, ગુજરાતમાં ક્યારે કેટલી ઠંડી પડશે? હવામાન વિભાગે કરી છે આવી આગાહી...

PC: Scroll.in

ગુજરાતના હવામાનમાં પલટો થઇ રહ્યો છે. શિયાળાની ઠંડી તો શરૂ થઇ ચૂકી છે પરંતુ વધુ ઠંડી માટે હવામાન વિભાગે આગાહી કરી છે. વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે પરંતુ હવે મોડી સાંજે પણ ઠંડીનો અહેસાસ થાય તેવી આગાહી છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે 4થી ડિસેમ્બર થી 22મી ડિસેમ્બર સુધી હાડ થીજાવતી ઠંડી પડશે. ગુજરાતના મુખ્ય શહેરોમાં ઠંડીનો પારો 10 ડીગ્રી સુધી જઇ શકે છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ઠંડા પવનોની ઝપટમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશો આવી જશે.

ઉનાળામાં શેકાઇ રહેલા અમદાવાદનું તાપમાન અત્યારે 17 ડીગ્રી જોવા મળી રહ્યું છે. શહેરીજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે પરંતુ હવે ડિસેમ્બરમાં તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં બે થી ત્રણ દિવસમાં તાપમાન 15 ડીગ્રીએ પહોંચશે અને પછી ધીમે ધીમે ગગડતું જશે.

સામાન્ય રીતે 15મી નવેમ્બરથી શિયાળાની શરૂઆત થતી હોય છે જે ડિસેમ્બર સુધીમાં તીવ્રતાનો અહેસાસ કરાવે છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં નલિયા, ડીસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ઠંડીનું મોજું શરૂ થવાની તૈયારીમાં છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ઠંડી ઉત્તરથી આવતા ઠંડા પવનોને કારણે પડે છે. જ્યારે જ્યારે પણ હિમાલયના પર્વતો પર સ્નોફોલ થાય છે ત્યારે આપણે ત્યાં ઠંડક વધી જાય છે. હાલમાં ત્યાં સ્નોફોલ શરૂ થઇ ગયો છે એટલે અહીં ઠંડી પડવાની શરૂઆત થઇ ગઇ છે. 

લોકોએ સાચવવું પડશે 

કોરોનાકાળમાં શરદી-ખાંસીના કેસો પણ વધવાની શક્યતા છે. હાલ લોકોને સામાન્ય શરદી ખાંસી થાય તો પણ ગભરાઇ જાય છે. ત્યારે આવનારા સમયમાં તેમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક પહેરવાથી સામાન્ય શરદીખાંસીથી બચી શકાય છે. એટલે કોરોના અને શરદી બંનેથી બચવું હોય તો માસ્ક પહેરવું એ સૌથી મોટો ઉપાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp