ગરમ કે ઠંડા, કયા પાણીથી હાથ ધોવા વધુ યોગ્ય? જાણો શું કહે છે રિસર્ચ

PC: momresource.ca

માત્ર ખાતા પહેલા જ હાથ ધોવા જરૂરી નથી, પરંતુ સ્વસ્થ રહેવા માટે તો આપણા હાથ હંમેશાં સ્વસ્છ હોવા જરૂરી છે. હાથ ધોવાનું મહત્ત્વ સમજાવવા માટે એકથી સાત ડિસેમ્બર સુધી હેન્ડવોશિંગ અવેરનેસ વીક એટલે કે જાગૃતતા અઠવાડિયું મનાવવામાં આવી રહ્યું છે. શિયાળામાં ઠંડીને કારણે લોકો હાથ ધોવાનું ટાળતા હોય છે. ઘણા લોકું માનવું છે કે ગરમ પાણીથી હાથ ધોવા વધુ ફાયદાકારક હોય છે, કારણ કે તેને કારણે બેક્ટેરિયા મરી જાય છે. પરંતુ સત્ય શું છે?

હાથ ધોવા વિશે એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જર્નલ ઓફ ફૂડ પ્રોટેક્શનમાં પ્રકાશિત આ રિસર્ચ અનુસાર, ગરમ અથવા ઠંડા પાણીથી હાથ ધોવામાં વધુ ફરક પડતો નથી. હાથ ઠંડા પાણીથી ધુઓ કે ગરમ પાણીથી, બેક્ટેરિયાનો નાશ કરવામાં બને એક જેટલા જ અસરકારક છે. ગરમ પાણી સાથે પ્લસ પોઈન્ટ એ છે કે, તેનાથી સાબુવાળા હાથ વ્યવસ્થિતરીતે સાફ કરી શકાય છે.

આ રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે, પાણી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ હોય કે 16 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ, બેક્ટેરિયામાં તે બંને એક જેવા જ અસરદાર હોય છે. આ રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે, બેક્ટેરિયાનો નાશ કરવા માટે 10 સેકન્ડ સુધી હાથ ધોવા વધુ પ્રભાવી હોય છે. આ અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં પાણીથી હાથ ધોવા શક્ય ન હોય ત્યાં હાથ સ્વચ્છ રાખવા માટે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેમાં ટ્રાઈક્લોસેન અથવા થાઈલેન્ડ્સ જેવા રસાયણો ના હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp