રિપોર્ટમાં ખુલાસોઃ સિગરેટથી પણ ખતરનાક હોય છે બોસ

PC: checkinjakarta.id

સ્વાસ્થ્ય માટે તમે કદાચ કોઇ વસ્તુને ખરાબ ગણો તો તેમાં સિગારેટ અને તમાકુ પહેલા નંબરે આવતા હશે, જ્યારે તમને ખબર પડે કે સિગારેટ કરતાં પણ વધારે ખતરનાક તમારી ઓફિસના તમારા બોસ જ હોય તો? કોઇપણ નોકરી કરવાની મજા ત્યારે જ આવે છે જ્યારે તમારા બોસ સારા હોય. પણ જો ખરાબ બોસ હોય તો એમના પ્રતાપે તમે ડિપ્રેશનનો પણ ભોગ બની શકો છો. 

ક્વાર્ટ્ઝ મેગેઝિનમાં પ્રકાશિત એક આર્ટિકલ મુજબ અમેરિકામાં 75 ટકા લોકોમાં સ્ટ્રેસનું મુખ્ય કારણ તેમના બોસ છે. બોસ તેમના માટે સિગારેટ કરતાં પણ વધારે હાનિકારક છે. આર્ટિકલમાં કહેવાયું છે કે જેટલો સમય આવા બોસ સાથે કામ કરવામાં આવે તેટલો સમય તેઓ તમારા પર કામનું દબાણ વધારશે અને જેના પરિણામે તમને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડશે.

અમેરિકન સાઇકોલોજિકલ એસોસિએશનના આંકડા મુજબ 75 ટકા કર્મચારીઓ એવું માને છે કે, તેમને સ્ટ્રેસ બોસના લીધે જ આવ્યો છે જે પૈકી 59 ટકા કર્મચારીઓએ બોસના ત્રાસના કારણે નોકરી પણ છોડી દીધી છે. બીજી તરફ નોકરી બચાવવા કેટલાક કર્મચારીઓ બોસના ત્રાસને રૂટિન સમજીને ટેવાઇ જાય છે. કામના સ્થળ પર સારું વાતાવરણ હોય તેવી નોકરી મેળવવા માટે આ લોકો પછી ક્યાંય ફાંફા નથી મારતાં જેને કારણે તેઓ વધારે ડિપ્રેશ થઇ જાય છે. 
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના શોધકર્તાઓ અને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ 200થી વધુ સ્ટડીના ડેટા એકત્ર કરીને શોધ્યું હતું કે, કામના સ્થળ પર તણાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, જે સિગારેટથી પણ વધુ ખતરનાક છે. જ્યારે મોટાભાગના કર્મચારીઓ એટલે તણાવગ્રસ્ત રહે છે કે ક્યાંક તેમની નોકરી ન ચાલી જાય અથવા તેમને નોકરીમાંથી કાઢી ન મુકવામાં આવે. જેને કારણે આ કર્મચારીઓ તેમના સાથી કર્મચારીઓની તુલનામાં 50 ટકા વધુ શારીરિક પીડાઓથી ગ્રસ્ત હોય છે.

આવી રીતે બચો ખરાબ બોસથી..
- ઓફિસમાં દિવસ દરમિયાન આપના કામનું લિસ્ટીંગ કરી લો.
- રજાના દિવસોમાં આપના ઓફિશિયલ મેઇલ અને ફોન નંબર બનંને બંધ કરી દો. 
- બોસ સાથે દલીલ કરવાનું ટાળો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp