અનેક બીમારીઓથી બચાવશે અખરોટ

PC: all-notes.com

આમ તો દરેક ડ્રાયફૂટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ તમામ સૂકામેવાઓમાંથી અખરોટને સર્વોચ્ચ માનવામાં આવે છે. જો તેને પોતાનાં દૈનિક ડાયટમાં સામેલ કરવામાં આવે તો તે તમારા માટે લાભકારક નીવડશે. અખરોટ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીસનાં દર્દીઓને પણ રોજ અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે. અખરોટ પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે. એટલું જ નહીં, પરંતુ અખરોટ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. તે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે બ્લડ પ્રેશરનાં જોખમને નિવારવામાં મદદ કરે છે. આ ઉપરાંત પણ તેને ખાવાથી અનેક લાભો મળે છે.

હ્રદયની બીમારીઓથી બચાવે

અખરોટમાં રહેલું અલ્ફા લિનોલેનિક એસિડ શરીરમાં લોહીને જામી જતું અટકાવે છે, જેને કારણે હ્રદયનાં રોગોનું જોખમ ઓછું થાય છે. તેમજ હ્રદય સંબંધી વિવિધ સમસ્યાઓને દૂર કરવામાં પણ ઉપયોગી નીવડે છે.

ડાયાબિટીસથી બચાવે

એક સંશોધન અનુસાર, જે મહિલાઓ અઠવાડિયામાં બે વાર 28 ગ્રામ અખરોટ ખાય છે, તેમને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 24 ટકા ઓછું થઈ જાય છે.

ડિમેન્શિયાથી રાખે દૂર

દરરોજ અખરોટનું સેવન તમને ડિમેન્શિયાની બીમારીથી દૂર રાખવામાં મદદ કરશે. સંશોધન અનુસાર, અખરોટમાં રહેલ વિટામીન ઈ અને ફ્લેવનોયડ ડિમેન્શિયા ઉત્પન્ન કરનારા હાનિકારક ફ્રી-રેડિકલ્સને નષ્ટ કરવામાં મદદ કરે છે. સાથે જ અખરોટ શીખવાની ક્ષમતાને પણ વધારે છે.

કેન્સરની બીમારીઓથી બચાવે

કેન્સરનાં દર્દીઓ માટે પણ કેન્સર વરદાનરૂપ છે. કોઈપણ પ્રકારનાં ક્રોનિક ડિસીસ થાય તો દર્દીએ નિયમિતરીતે અખરોટ ખાવી જોઈએ.

ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક

ગર્ભવતી મહિલાઓ જે અખરોટ જેવા ફેટી એસિડ યુક્ત આહાર લે છે, તેમનાં બાળકોને ફૂડ એલર્જી થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. સંશોધકોનાં જણાવ્યા અનુસાર, માતાનાં આહારમાં પોલિઅનસેચુરેટેડ ફેટી એસિડ હોય છે, જે બાળકનાં વિકાસ માટે સારું હોય છે.

કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે

જેમનામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તેવા લોકો માટે અખરોટ ખૂબ જ ફાયદાકારક હોય છે. કારણ કે અખરોટ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખે છે, અખરોટ માઈક્રો-ન્યૂટ્રિઅન્ટ્સનો સારો સોર્સ છે. તેમાં ઝિંક તેમજ મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે.

વજન ઓછું કરે

અખરોટમાં પ્રોટીન, વિટામીન અન ખનીજ તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તે ફેટનો પણ ખૂબ સારો સોર્સ છે. તેમાં ઓમેગા-3 તેમજ ઓમેગા-6 ફેટી એસિડ વધુ માત્રામાં હોય છે.

યાદશક્તિ વધારે

તેમાં રહેલ વિટામીન બી તેમજ ફોલેટ્સ યાદશક્તિને વધારવામાં મદદ કરે છે. તેનાં નિયમિત સેવનથી મગજ તેજ બને છે. આથી, તેને બ્રેઈન ફૂડનાં નામે પણ ઓળખવામાં આવે છે.

વાળ માટે ફાયદાકારક

અખરોટનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે વાળને મજબૂત કરીને તેને ખરતા અટકાવે છે. અખરોટમાં રહેલ વિટામીન બી7 વાળને મજબૂત કરવાનું કામ કરે છે. વિટામીન બી7 વાળને ખરતા અટકાવીને તેનાં ગ્રોથમાં મદદ કરે છે.

આ ઉપરાંત, પણ અખરોટમાં અનેક ગુણો રહેલા છે. અખરોટને એર ટાઈટ ડબ્બામાં બંધ કરીને ફ્રિઝમાં રાખવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp