ડૉક્ટર્સની પકડમાં પણ સરળતાથી નથી આવતી આ 7 બીમારીઓ

PC: mcallisterenergy.com

જ્યારે પણ તમને કંઈક અજીબ પ્રકારનો દુઃખાવો થાય અથવા તો અંદરથી સારું ના લાગી રહ્યું હોય ત્યારે તમે સૌથી પહેલા ડૉક્ટર પાસે જાઓ છો. એવી આશા રાખવામાં આવે છે કે, ડૉક્ટર્સ કોઈપણ બીમારીને ઝટ પકડીને તેની સારવાર જણાવે છે. જોકે, તમને એ જાણીને નવાઈ લાગશે કે દર્દીઓના કેટલાક લક્ષણ ડૉક્ટર્સને પણ સમજાતા નથી. એવી બીમારીઓ જેના મૂળ સુધી પહોંચવામાં ડૉક્ટર્સ પણ ચોંકી જાય છે, તેવી બીમારીઓ વિશે તમે પણ જાણી લો.

ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ

ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ થવા પર પેટના નીચેના ભાગમાં દુઃખાવો થાય છે અને બાથરૂમ જવાની આદતમાં બદલાવ આવી જાય છે, જે ત્રણ મહિનાઓ સુધી ચાલે છે. ડૉક્ટર્સને તે અંગે સચોટ જાણકારી મેળવવામાં સમય લાગી જાય છે કારણ કે તેમણે એ પણ જાણકારી મેળવવાની હોય છે કે તે લેક્ટોઝ ઈનટોલરન્સ, સીલિએક ડિસીઝ કે પછી કોઈ બેક્ટેરિયલ ઈન્ફેક્શન તો નથી ને.

સીલિએક ડિસીઝ

ઘઉં, જુવાર અને રાઈમાં મળી આવતા ગ્લૂટેન પ્રોટીન કોઈ-કોઈને નથી પચતા અને તેને કારણે પાચનતંત્ર ખરાબ થઈ જાય છે. તેના કારણે અવારનવાર ડાયરિયા, થાક અને વેટ લોસ થવા માંડે છે. આ ઉપરાંત, સાંધામાં દુઃખાવો, લાલ ચકામા, માથાનો દુઃખાવો, ડિપ્રેશન અને ખેંચ પણ આવી શકે છે. આ તમામ લક્ષણ અલ્સર, ક્રોહન્સ ડિસીઝ અને ઈરિટેબલ બાઉલ સિંડ્રોમના પણ છે. આથી, ડૉક્ટર બ્લડ ટેસ્ટ અને આંતરડાના એક નાનકડા ટુકડામાંથી સીલિએક ડિસીઝની જાણકારી મેળવે છે.

અપેન્ડિસાઈટિસ

આ બીમારી ત્યારે થાય છે, જ્યારે તમને એપેન્ડિક્સ (આંતરડાં સાથે જોડાયેલી નાનકડી થેલી)માં સોજો આવી જાય છે. તેના કારણે નાભિની આસપાસ દુઃખાવો થાય છે. તે અચાનક શરૂ થાય છે અને ધીમે-ધીમે દુઃખાવો નીચેની તરફ વધતો જાય છે. તેના કારણે બેચેની, ઉલ્ટી, તાવ, કબજિયાત થઈ શકે છે. અપેન્ડિસાઈટિસ અંગે તરત જાણકારી નથી મેળવી શકાતી, કારણ કે ક્રોહન્સ ડિસીઝ, પેલ્વિકમાં સોજો અને કોલાઈટિસમાં પણ આવુ થઈ શકે છે. અપેન્ડિસાઈટિસ અંગે જાણકારી મેળવવા માટે ડૉક્ટર્સે કેટલીક શારીરિત તપાસ કરવી પડે છે.

હાઈપોથાયરાયડિઝ્મ

જ્યારે તમારું થાયરાઈડ વધારે માત્રામાં થાયરોક્સન હોર્મોન બનાવવા માંડે છે, તો આવી સ્થિતિ આવી જાય છે. તમે નર્વસ, ચિંતિત અથવા ચીડિયાપણાનો અનુભવ કરી શકો છો. તેમા એક પ્રકારનો મૂડ ડિસઓર્ડર થઈ જાય છે. ધબકારા વધી જવા, અચાનક વેટ લોસ જેવા લક્ષણો દેખાતા હોય તો તે અંગે પણ ડૉક્ટરને જણાવો. બ્લડ ટેસ્ટ દ્વારા ડૉક્ટર ગાઈપોથાયરાયડિઝ્મ છે કે નહીં તેની જાણકારી મેળવી શકે છે.

સ્લીમ એપનિયા

આવુ ત્યારે થાય છે, જ્યારે સૂતી વખતે તમારો શ્વાસ અટકી જાય છે અને આપમેળે ફરી શરૂ થાય છે. તેના કારણે મોઢું સુકાવા માંડે છે, ગળામાં ખરાશ, સવારે માથુ દુઃખવુ અને ચીડિયાપણું થઈ શકે છે. જોકે, આ તમામ લક્ષણ ફ્લૂ, કોલ્ડ અથવા અન્ય સ્થિતિઓના પણ હોઈ શકે છે. તેની ઓળખ માટે ડૉક્ટર્સે સ્લીપ સ્ટડી કરાવવી પડે છે, જેમા દર્દીની બ્રેઈન એક્ટિવિટી, હાર્ટ રેટ, બ્રિધિંગ અને ઓક્સિજન લેવલની તપાસ કરવામાં આવે છે. ડૉક્ટર્સ એ પણ જુએ છે કે, સૂતી વખતે તમે નસકોરા બોલાવો છો કે નહીં.

ફાઈબ્રોમાયલ્ઝિયા

ફાઈબ્રોમાયલ્ઝિયામાં શરીરમાં અસહ્ય દુઃખાવો થાય છે. તેનો કોઈ ટેસ્ટ નથી આથી ડૉક્ટર્સ એ જાણકારી મેળવે છે કે તમને આ દુઃખાવો ગાંઠ, લ્યૂપસ અથવા કોઈ અન્ય કારણે તો નથી થઈ રહ્યોને. ઉંઘની સમસ્યા અથવા માનસિક અસર થવા પર ડૉક્ટર્સ ડિપ્રેશન અંગે પણ જાણવાનો પ્રયત્ન કરે છે. આ બધી બીમારી ના હોય તો ડૉક્ટર ફાઈબ્રોમાયલ્ઝિયાની સારવાર શરૂ કરે છે.

પાર્કિસન્સ ડિસીઝ

આ બીમારીમાં મસ્તિષ્કની કોશિકાઓ એ રીતે કામ નથી કરતી જે રીતે કરવું જોઈએ. તેમા હાથ કાંપવા, ગરદન અકડાઈ જવી, સંતુલનની સમસ્યા થઈ શકે છે અને તમારો ચેહરો અલગ દેખાવા માંડે છે. જોકે, આ સ્ટ્રોક્સ માથામાં ઈજા, અલ્ઝાઈમર રોગ અને ત્યાં સુધી કે તણાવના પણ સંકેત હોઈ શકે છે. જોકે, તેનો પણ કોઈ ટેસ્ટ નથી આથી, આ બીમારી અંગે જાણવામાં ડૉક્ટરને સમય લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp