કોરોનામાં જેનો ખૂબ ઉપયોગ થયો તે વનસ્પતિ એઇડ્સ-કેન્સરમાં પણ ફાયદાકારક છેઃ IISER

PC: Khabarchhe.com

વિશ્વમાં પ્રથમવાર આયુર્વેદની સારવારમાં અમૃત ગણાતા ગિલોય એટલે કે ગળોના છોડને ભોપાલ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ એજ્યુકેશન એન્ડ રિસર્ચ તરફથી માન્યતા આપવામાં આવી છે. અનેક ઔષધિય ગુણધર્મ (મેડીશનલ પ્રોપર્ટીઝ) ઘરાવતા આ છોડને ક્રમબદ્ધ કરવામાં આવ્યો છે. ભારતમાં કોરોના સંક્રમણના સમયમાં દર્દીઓ અને લોકોમાં તેનો પ્રયોગ પુષ્કળ પ્રમાણમાં થયો છે અને તેના ઉત્તમ પરિણામ પણ મળ્યાં છે.

આ સંસ્થા એવું માને છે કે ગિલોયનો જીનોમ અને ટ્રાન્સક્રિપ્ટોમ સિક્વન્સિંગ એ કોવિડ સહિત વિભિન્ન સ્વાસ્થ્ય સબંધિત રોગોના ઇલાજમાં મહત્વપૂર્ણ છે. માત્ર આયુર્વેદ જ નહીં, ફાર્માસ્યુટીકલ ફોર્મ્યુલેશનમાં પણ તે ખૂબ ઉપયોગી છે. કેન્દ્રીય આરોગ્ય અને આયુષ મંત્રાલયે ગિલોયના ઉપયોગની ભલામણ કર્યા પછી કોરોના સંક્રમણના સમયમાં લોકોને બચાવવામાં તેની ભૂમિકા મહત્વની રહી છે.

ભોપાલના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજીકલ સાયન્સિઝના આસીસ્ટન્ટ પ્રોફેસર વિનીત શર્મા અને તેમની આગેવાની હેઠળના સાયન્ટીસ્ટનું રિસર્ચ ઇન્ટરનેશનલ પિપ્રિન્ટ સર્વરમાં પ્રકાશિત થયું છે. વિનિત શર્મા જણાવે છે કે ગિલોયનો ઉપયોગ ચામડીના રોગ મટાડવા, પેશાબના ચેપને દૂર કરવા તેમજ ડેન્ટલ ફ્લેકમાં થાય છે.

એચઆઇવી પોઝિટીવ દર્દીઓમાં ક્લિનિકલ લક્ષણો ઓછા કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેન્સરની સારવારમાં ગળોનો ઉપયોગ ચમત્કારિક પરિણામ આપે છે. આ સંશોધન મેટાબાયોસિસ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

સંશોધક શ્રુતિ મહાજન કહે છે કે ગિલોયને આયુર્વેદમાં બહુહેતુક મેડિશનલ પ્લાન્ટ તરીકે ગણવામાં આવે છે. આ પ્લાન્ટ કોરોના સંક્રમણના સમયમાં વધારે પ્રસિદ્ધ થયો છે. ગિલોય એ રોગ પ્રતિકારક શક્તિ વધારવા, એન્ટી ડાયાબિટીક, એન્ટી માઇક્રોબાયલ, એન્ટી વાયરલ, કેન્સર વિરોધી જેવા વિવિધ ગુણધર્મો ધરાવે છે. આ પ્લાન્ટની 400થી વધુ પ્રજાતિઓ છે કે જેમાં ચિકિત્સા મૂલ્ય છે.

આ આયુર્વેદિક ઔષધિના લાભ જોઇને એલોપથી ડોક્ટરો પણ વિચારતા થઇ ગયા છે. કોરોના સંક્રમણના સમયમાં આ ગળોએ દર્દીઓને ચમત્કારિક લાભ અપાવ્યા છે, કારણ કે તેનો સૌથી અગત્યનો ગુણ કોઇપણ રોગ સામે લડવાની તાકાત આપે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ છે. શરીરની ઇમ્યુનિટીમાં અપ્રતિમ વધારો કરે છે. ખતરનાક રોગનો સામનો કરે છે. કીડની અને હ્રદયમાંથી ઝેરીલા પદાર્થ દૂર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp