હાથમાં અનુભવાઈ રહ્યા છે આ બે ફેરફાર, તો સમજી લો કે વધ્યું છે કોલેસ્ટ્રોલનું લેવલ

PC: aajtak.in

શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી હૃદયરોગની સમસ્યાનો સામનો કરવો પડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘણું વધી જાય છે. આ સિવાય ગ્લોબલ હેલ્થ એજન્સીનું કહેવું છે કે, દુનિયાના ત્રીજા ભાગના લોકોને શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાને કારણે હૃદય સંબંધિત રોગોનો સામનો કરવો પડે છે. હાઈ કોલેસ્ટ્રોલને એટલે પણ વધુ ખતરનાક માનવામાં આવે છે કારણ કે શરીરમાં તેના કોઈ પણ લક્ષણો જોવા નથી મળતા, જેના કારણે તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે.

શું થાય છે હાઈ કોલેસ્ટ્રોલનો અર્થ ?

કોલેસ્ટ્રોલ લોહીમાં હાજર એક પ્રકારનું વેક્સ હોય છે. તે બે પ્રકારના હોય છે ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) અને લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે બેડ કોલેસ્ટ્રોલ (LDL). LDL કોલેસ્ટ્રોલ શરીર માટે ખતરનાક હોય છે. તેના વધવાથી શરીરમાં ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે.

શરીરમાં કોલેસ્ટ્રોલનું હાઈ લેવલ તમારી રક્તવાહિનીઓમાં ચરબી જમા કરી શકે છે, જેમ-જેમ આ ચરબી વધે છે, તમારી ધમનીઓમાં લોહીનો પ્રવાહ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.

ક્યારેક-ક્યારેક આ ચરબી તૂટે છે તો તેનાથી લોહી ગંઠાઈ જાય છે જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ મોટી માત્રામાં વધી જાય છે.

નિષ્ણાતોનું માનવું છે કે, શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઊંચું હોવાના કોઈ સંકેતો જોવા નથી મળતા, પરંતુ તમારા શરીરમાં કેટલીક એવી સંવેદનાઓ થઈ શકે છે જેનાથી તમને શરીરમાં વધી રહેલા કોલેસ્ટ્રોલની જાણ થઈ શકે છે.

હાથોમાં થતાં આ બે પ્રકારના દુખાવા પર આપો ખાસ ધ્યાન

તે મહત્વનું છે કે, આપણે શરીરમાં કોલેસ્ટ્રોલનું એક સંતુલિત લેવલ મેન્ટેન રાખીએ, કારણ કે આનાથી ધમનીઓમાં ફેટ જમા થઈ શકે છે, જેનાથી હાથ અને પગમાં લોહીનો પ્રવાહ ઘટી જાય છે. આ સ્થિતિને પેરિફેરલ આર્ટરી ડિસીઝ (PAD) કહેવામાં આવે છે. જેનાથી તમને હાથ અને પગમાં ઘણો દુખાવો થઈ શકે છે.

મેયો ક્લિનિક મુજબ, જો તમને કોઈ પણ કામ કરતી વખતે હાથ અને પગમાં દુખાવો થાય છે, તો તે એ વાતનો સંકેત છે કે, તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ હાઈ છે. તેની સમયસર સારવાર નહીં કરવામાં આવે તો તમને કોઈ પણ કામ કરતી વખતે તમારે દર્દની સાથે જ ખેંચાણની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. હાથ અને પગમાં આ ખેંચાણ ત્યારે આવે છે જ્યારે તમારું શરીર આરામની સ્થિતિમાં હોય અને તમે અચાનક જ કોઈ કામ કરવા લાગો.

UK નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, હાથ-પગમાં થતું આ ખેંચાણ ઘણીવાર હળવું હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક તે ખૂબ જ પીડાદાયક પણ હોઈ શકે છે.

શું છે પેરિફેરલ આર્ટરી ડિસી

પેરિફેરલ આર્ટરી ડિસીઝ એક એવો રોગ છે જેમાં તમારા માથા, અંગો અને પગ સુધી લોહી લઈ જતી ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થઈ જાય છે. આ એક સામાન્ય સર્કુલેટરી સમસ્યા છે, જેમાં ધમનીઓ ખૂબ જ પતલી થઈ જાય છે, જેના કારણે પગ અને હાથ સુધી યોગ્ય માત્રામાં લોહી નથી પહોંચી શકતું.

હાથમાં થતાં દુખાવાનો અર્થ માત્ર હાઈ કોલેસ્ટ્રોલ જ નથી

હાથમાં થતો દુખાવો હાઈ કોલેસ્ટ્રોલ સિવાય અન્ય કારણોથી પણ થઈ શકે છે. હાથ અને ખભામાં થતો દુખાવો હાર્ટ એટેક અને એનજાઈનાનો સંકેત હોય છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાને કારણે થાય છે. આ સિવાય, હાથમાં થતા દુખાવાના અન્ય પણ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે તાણ, ઈજા થવું વગેરે.

આ સંકેતો પર પણ આપો ધ્યાન

હાથોમાં દુખાવાની સંવેદના સિવાય, આ પણ છે PAD-ના કેટલાક સામાન્ય લક્ષણો.

પગ જડ થઈ જવા અને નબળાઇનો અનુભવ થવો.

પગના વાળ ખરવા

પગના નખ સરળતાથી તૂટી જવા અને ખૂબ જ ધીમે-ધીમે વધવા

પગ અને પગના તળિયામાં અલ્સર

પગની ત્વચાનો રંગ બદલાઈ જવો, જેમ કે પીળો કે વાદળી થઈ જવો

પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન (નપુંસકતા).

આ કારણોથી વધે છે હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ

શરીરમાં અનહેલ્ધી કોલેસ્ટ્રોલનું લેવલ વધવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. સંતૃપ્ત ચરબીવાળી વસ્તુઓનું સેવન કરવાથી, સ્થૂળતા, શારીરિક પ્રવૃત્તિ ન કરવી, ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp