નાના બાળકોને પણ થઈ શકે છે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા, આવી રીતે કરો બચાવ

PC: hindustantimes.com

શરીરમાં ઘણી બધી બીમારીઓ અને સમસ્યાઓ આપણી લાઈફસ્ટાઈલ અને ખાન-પાનને લીધે થાય છે. શરીર સારી રીતે કામ કરી તે માટે એક નિશ્ચિત કોલેસ્ટ્રોલ લેવલ હોવું જોઈએ. કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી શરીરમાં ઘણા પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે, જેવી કે આર્ટરી બ્લોકેજ, હાર્ટ અટેક અને દિલની બીજી બીમારીઓ. સામાન્ય રીતે માનવામાં આવે છે કે કોલેસ્ટ્રોલની સમસ્યા મોટી ઉંમરના લોકોને જ થાય છે પરંતુ આજના જમાનામાં આ સમસ્યા નાના બાળકોમાં પણ જવા મળી રહી છે.


બાળકોમાં હાઈ કોલોસ્ટ્રોલનું મુખ્ય કારણ વારસો છે. કોલેસ્ટ્રોલની સમસ્યા મા-બાપમાંથી બાળકોને આવે છે, જેના લીધે તેમણે નાની ઉંમરથી જ આ ખતરનાક સમસ્યા સામે ઝઝૂમવું પડે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ થવાના ઘણા અન્ય કારણો પણ છે. જેવી કે ખાનપાનની અનિયમિતતા અને જંક ફૂડ્સ, ફાસ્ટ ફુડ્સને લીધે બાળકોમાં મોટાપણું ઝડપથી વધી રહ્યું છે.

જો કોઈ બાળકના માતાપિતા હ્રદય રોગ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાથી પરેશાન હોય તો બાળકોમાં પણ આ સમસ્યા થવાની સંભાવના વધી જાય છે. માટે જો તેમને આ સમસ્યા હોય તો તમારે તમારા બાળકોના શરીરની પણ પૂરી તપાસ કરાવવી જોઈએ. શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ જાણવા માટે બ્લડ ટેસ્ટ કરાવવો પડે છે.

કોલેસ્ટ્રોલની સમસ્યામાંથી બાળકોને બચાવવાનો એક રસ્તો છે અને તે છે સ્વાસ્થ્ય વર્ધક ખાવાનું અને સારી જીવનશૈલી. બાળકોને જંક ફુડ્સથી દૂર રાખવા જોઈએ અને વાસી ખાવાનું પણ નહીં આપવું જોઈએ. બાળકોને ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટવાળા આહાર આપવાની એક લીમીટ નક્કી કરી દેવી જોઈએ. બાળકોમાં 30 ટકાથી વધુ ટ્રાન્સ ફેટ અને 10 ટકાથી વધુ સેચ્યુરેડેટ ફેટ હોવાથી તેમને કોલોસ્ટ્રોલ હોવાની સંભાવના વધી જાય છે.

આ સિવાય કોલેસ્ટ્રોલને લેવલમાં લાવવા માટે નિયમિત વ્યાયામ જરૂર છે. જો બાળક કસરત કરતું નથી તો તેને બાઈકિંગ, સ્વીમીંગ, રનીંગ જેવી આદતો પડાવવી જોઈએ. આ સિવાય ડાન્સિંગ પણ એક રીતની કસરત છે અને બાળકોને તેમાં મજા પણ આવે છે.

 

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp