માનસિક તાણ માત્ર એસિડિટી જ નહીં, પરંતુ આ જીવલેણ રોગનું પણ બની શકે છે કારક

PC: lindahardenstein.com

માનસિક તાણ માત્ર ડિપ્રેશન, બ્લેડપ્રેશર, હાઈપર ટેન્શન અને હૃદય રોગનું જ કારક નથી, પરંતુ અન્ન નળીના કેન્સરનું પણ કારણ બની શકે છે. એટલે તમે પણ સાવધાન થઈ જાઓ. માનસિક તાણ એટલે કે ટેન્શન હવે કેન્સરનું કારણ પણ બની ગયું છે. ચોંકાવનારો આ રિપોર્ટ કાનપુર, ઉત્તર પ્રદેશના રાજકીય જે. કે. કેન્સર સંસ્થામાં થયેલા સંશોધનમાં સામે આવ્યો છે. આ સમસ્યાને બૈરલ સિંડ્રોમ કહેવામાં આવ્યું છે.

સંસ્થામાં બે વર્ષ સુધી ત્રણ હજાર દર્દાઓ પર કરવામાં આવેલા વિસ્તૃત અધ્યયન બાદ આ પરિણામ સામે આવ્યા છે. આ બધા જ દર્દીઓ સરેરાશ પાંચ વર્ષથી માનસિક તાણમાં હતા. એવું પણ જાણવા મળ્યું છે કે, અન્ન નળીના કેન્સરના દર્દીઓની સંખ્યામાં પ્રતિવર્ષ બે ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે. તેમાં કામકાજી લોકો, કારોબારી અને વિદ્યાર્થીઓ, દરેક વર્ગના લોકો સામેલ છે. 40-45 વર્ષની ઉંમરના લોકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, લાંબા સમય સુધી તણાવમાં રહેતા લોકોમાં એસિડિટીનું સ્તર વધી ગયું હતું, જે અન્ન નળીમાં ઘાવ અને પછી કેન્સરનું કારક બન્યું. પેટનું વારંવાર ફુલવું, છાતી અને પેટમાં બળતરા, પેટમાં દુઃખાવો અથવા ચૂંક આવવી વગેરે થવું એ એસિડિટીના સામાન્ય લક્ષણો છે.

જોકે, અત્યારસુધી એવું જ માનવામાં આવતું હતું કે, અનિયમિત ખાનપાન, અનિયમિત દિનચર્ચા, દારૂનું સેવન અને આથાવાળો કે તીખો-તળેલો ખોરાક એસિડિટીનું મુખ્ય કારણ છે. પરંતુ હવે નવું તથ્ય બૈરલ સિંડ્રોમ સામે આવ્યું છે. તણાવગ્રસ્ત રહેતા લોકોના શરીરમાં બનતું વધારે પડતું એસિડ આમાશયના નીચેના સ્તરમાં જમા થવા માંડે છે. જેને કારણે અંદરની ત્વચા એટલે કે મ્યૂકેઝલ લાઈનમાં ઘાવ થવા માંડે છે.

બીમારીથી બચવાના ઉપાયો

અન્નનળીના કેન્સના દર્દીઓ વધી રહ્યા છે. માનસિક તાણ હંમેશાં ગંભીર બીમારીઓ આપે છે. આથી તણાવથી બચો. કોઈપણ વાત માટે વધુ પ્રેશર ના લો. દિનચર્યા સુધારો, યોગ અને પ્રાણાયમ કરો, ખુશ રહો, પરિવાર અને મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરો. પરિવાર સાથે નિકટતા વધારો. કોઈ એક વ્યક્તિ એવી ચોક્કસ રાખો, જેની સાથે તમે મનની વાત શેર કરી શકો. છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, પેટમાં ચૂક આવવી આવું વારંવાર થતું હોય તો ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લેવું. સમયસય બીમારી અંગે જાણ થતા તેની સારવાર શક્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp