ચહેરાનાં ગ્લો લાવવો છે? તો જાણી લો લીલા ધાણાનાં સૌંદર્યવર્ધક ફાયદાઓ

PC: edenskinandbeauty.com.au

લીલા ધાણાનો ઉપયોગ મોટાભાગે ગાર્નિશિંગ માટે જ કરવામાં આવે છે. ક્યારેક વળી આંખોનું તેજ વધારવા માટે લીલા ધાણા ફાયદાકારક હોવાથી આપણે ખાતા હોઈએ છીએ. પરંતુ, લીલા ધાણાની મદદથી સુંદરતા પણ વધારી શકાય છે એવું તમે ક્યારેય વિચાર્યું છે? જે રીતે બટાકા ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે, ટામેટાં ચહેરાનાં ડાઘ દૂર કરવામાં ઉપયોગી બને છે, જે રીતે ડુંગળી વાળનાં ગ્રોથ માટે ઉપયોગી છે તે જ રીતે લીલા ધાણા ચહેરાની સુંદરતામાં વધારો કરવા માટે ઔષધિનું કામ કરે છે. જો વિશ્વાસ ન થતો હોય તો આજે જ આ ટિપ્સ અપનાવીને ખાતરી કરી લો.

એજિંગથી બચાવે

અડધી ચમચી ધાણાને એટલી જ માત્રામાં એલોવેરા જેલ સાથે મિક્સ કરો. બંનેને બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાડો. આમ કરવાથી ચહેરાની બારીક લાઈન્સ ધીમે-ધીમે ઓછી થઈ જશે અને ચહેરાની સ્કીન ટાઈટ થશે.

ખીલ દૂર કરે

લીલા ધાણાની પેસ્ટમાં થોડાં ટીપા લીંબુનો રસ નાંખીને તે પેસ્ટને ચહેરા પર લડાવવાથી નાના-નાના ખીલ દૂર થઈ જશે. આ પેસ્ટ લગાડીને 15 મિનિટ બાદ ચહેરો ધોઈ લેવો.

ચહેરાનાં ગ્લો માટે

લીલા ધાણાની પેસ્ટમાં થોડાં ટીપાં લીંબુ અને મધ ભેળવીને તેને ચહેરા પર લગાવવાથી નિખાર આવશે. આ પેસ્ટને ચહેરા પર માત્ર 15થી 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરો પાણીથી ધોઈ લો.

ચહેરા પર તાજગી લાવવા માટે

આખા દિવસની થકવી નાંખતી લાઈફસ્ટાઈલ બાદ ચહેરાનો નિખાર ગાયબ થઈ જતો હોય છે. આવામાં પોતાનાં ચહેરાને ફરી રિફ્રેશિંગ બનાવવા માટે લીલા ધાણાનાં થોડાં પાનને આઈસ ટ્રેમાં મૂકી બરફ જમાવો અને આ આઈસ ક્યૂબથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. આ ક્યૂબ્સ બનાવવા માટે બરફ બનાવવા માટેનાં પાણીમાં લીલા ધાણાનાં પાન નાંખી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp