અહો આશ્ચર્યમ! શરીર પર બરફ રગડીને તમે થઈ શકશો પાતળા

PC: puresculptbeauty.com

અત્યાર સુધી તમે મોટાપાને દૂર કરવા માટે જાતજાતની કસરતો, આસનો કે ડાયેટ્સ વિશે જાણ્યું હશે, પરંતુ તમે ક્યારેય આઈસ થેરાપી વિશે સાંભળ્યું નહીં હોય. વળી, તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે આઈસ થેરાપીનો ઉપયોગ મોટાપો દૂર કરવા માટે થાય છે અને વિશ્વના અનેક દેશોમાં આ પ્રયોગ કરવામાં આવે છે.

અત્યાર સુધી એવું જરૂર બન્યું હશે કે ક્યારેક તમે પડી ગયા હશો ત્યારે છોલાયેલા ભાગ પર કે જ્યાં ગુમડું ઊઠ્યું હોય ત્યાં તમે બરફ ચોપડ્યો હશે. અથવા તમારા ધ્યાને એવું પણ આવ્યું હશે કે ડિલિવરી પછી કોઈ મહિલા તેના પેટ પરનાં ટાંકા પર બરફ ચોપડતી હશે. પરંતુ આવું કરવા પાછળનું કારણ જ્યારે તમે જાણશો ત્યારે તમે અચંબામાં પડી જશો. વાત એમ છે કે બરફ સ્કિન પરના ટિસ્યુઝનાં સંકોચ માટે જવાબદાર હોય છે. આથી જ્યારે તમે શરીર પર બરફ લગાડો છે ત્યારે તમારા સ્કિનનાં ટિસ્યુ સંકોચાઈ જાય છે અને એને કારણે વધારાની ચરબી બર્ન થઈ જાય છે.

આ કારણે જ વિદેશમાં આજકાલ આઈસ થેરાપી ઘણી ચલણમાં છે, જેમાં લોકો પોતાની જાંધ, પેટ કે હાથની લચી પડેલી ચામડી પર વિશેષરૂપે બરફ લગાડે છે, જેથી ત્યાંની ડેમેજ્ડ સ્કિન રિપેર થાય છે. આ ઉપરાંત બરફ ત્વચાની અંદર રહેલા ટૉક્સિન્સને બહાર કાઢે છે અને સેલ્યુલાઈટને બહેતર બનાવે છે.

જોકે માત્ર બરફ ઘસવાથી જ શરીરની વધારાની ચરબી દૂર નથી થતી. આ માટે સ્ટ્રિક્ટ ડાયેટ અને એક્સરસાઈઝ પણ એટલી જ મહત્ત્વની છે. વળી, શરીર પર બરફ લગાડતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે બરફ સીધો શરીર પર ન ઘસતા તેને કપડાં અથવા ટૉવેલમાં વિંટાળવો અને જે જગ્યાએ ચરબી વધુ હોય ત્યાં દસથી પંદર મિનિટ સુધી રગડવો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp