જો તમારા બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો વધુ ઉપયોગ કરતા હોય તો પહેલા વાંચો આ ખબર

PC: todaysparent.com

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને વર્કિંગ માતા-પિતાના આ જમાનામાં બાળકોને પ્રેમ કરવાનો અંદાજ પણ બદલાઈ ગયો છે. હવે બાળકોને ખુશ કરવા હોય કે તેમના પ્રત્યે પ્રેમ દર્શાવવો હોય તો મોબાઈલ અથવા કોઈ ઈલેક્ટ્રોનિક ગેજેટ પકડાવી દેવામાં આવે છે. પરિસ્થિતિ એટલી ચિંતાજનક છે કે, નાનકડી ઉંમરથી જ બાળકોને મોબાઈલ ગેમ રમવાની અથવા વીડિયો જોવાની લત માતા-પિતા દ્વારા જ લગાડી દેવામાં આવે છે, જેથી બાળકો તેમને ડિસ્ટર્બ ના કરે.

આવા પેરેન્ટ્સને એ આભાસ નથી હોતો કે તેઓ કઈ રીતે પોતાના જ લાકડવાયાઓનું જીવન બરબાદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, આજકલ નાના-નાના બાળકોમાં ચશ્મા કે આંખોની તકલીફ સામાન્ય બની ગઈ છે. માતા-પિતાની થોડી આળસ નવી પેઢીનું જીવન બરબાદ કરી રહી છે. બાળકો પણ પોતાના માતા-પિતાની કમજોરીને ઓળખવામાં ખૂબ જ હોંશિયાર બની જાય છે અને ઈમોશનલ બ્લેકમેલ કરીને પોતાની વાત મનાવી લે છે. વિકાસ તરફ લઈ જતા ડિજિટલ યુગે આ સાથે જ આપણને એક નવી બીમારી આપી છે, જેનું નામ છે કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ.

 આ બીમારીનું કારણ કલાકો સુધી ડિજિટલ સ્ક્રીન સામે ચીપકી રહેવાનું છે અને ઘણીવાર તો પલકારો મારવાનું પણ ભૂલી જઈએ છીએ. આ બીમારી 3 વર્ષના બાળકનથી લઈને વૃદ્ધો સુધી તમામને પોતાની ચપેટમાં લે છે. તેનું જોખમ બાળકોને વધુ હોય છે. કારણ કે, મોટાભાગના મોબાઈલ અને કમ્પ્યુટરની સ્ક્રીનની ક્વોલિટી એટલી સારી નથી હોતી. પોતાના બાળકોને આ બીમારીથી બનાવવા માટે પહેલા તેના લક્ષણો જાણી લો.

જો તમારું બાળક ટીવી કે લેપટોપ, મોબાઈલ પર કંઈક જોતા-જોતા આંખો ભેગી કરે, મલશે અથવા વારંવાર પલકારા મારે તો સાવધાન થઈ જજો. જો આ સિલસિલો એક-બે દિવસ કરતા વધુ સમયથી ચાલતો હોય તો તે કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ હોઈ શકે છે. આ ઉપરાંત, આંખો લાલ થવી, સુકાઈ જવી, આંખમાં ખંજવાળ આવવી, સતત આંખમાંથી આંસૂં પડવા વગેરે પણ તેના લક્ષણો છે.

 જો તમારા બાળકોમાં પણ આ લક્ષણો દેખાઈ તો વહેલી તકે તેને આંખના ડૉક્ટર પાસે લઈ જાઓ અને આંખની તપાસ કરાવડાવો. ત્યારબાદ બાળકને ટીવી, મોબાઈલ કે લેપટોપની સ્ક્રીનથી દૂર લઈ જઈ કુદરતી વાતાવરણમાં એન્જોય કરતા શીખવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp