જાણો નિયમિત શારીરિક સંબંધથી મહિલાઓની કંઈ સમસ્યાનું સમાધાન થઈ જાય છે

PC: paradigmtech.org

રિલેશનશીપને લઈને ઘણી બધી સ્ટડી અને રિસર્ચ કરવામાં આવતા હોય છે. સેક્સ એક સારા સંબંધનો ઘણો મહત્ત્વનો ભાવ છે. નિયમિત સેક્સ કરવાથી મહિલાઓને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. એક સ્ટડીમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ થી ચાર અઠવાડિયા સુધી સતત નિયમિતરૂપે સેક્સ કરવામાં આવે તો કિડની સ્ટોનની સમસ્યાથી સંપૂર્ણપણે છૂટકારો મેળવી શકાય છે અને સ્ટોન તમારા શરીરમાંથી બહાર નીકળી જશે.

ઘણી વખત દર્દીઓને કિડની સ્ટોનના ઈલાજ માટે પથરીના ઓપરેશનનું અથવા શોકવેવ થેરપી કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ હવે એક્સપર્ટ્સનું માનવું છે કે સેક્સ અને ઓર્ગેઝમને કારણે શરીરમાંથી જે કેમિકલ નીકળે છે તેનાથી સ્ટોનને બહાર આવવામાં મદદ મળે છે. રિસર્ચમાં 70 જેટલી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી, જેઓ કિડની સ્ટોનની બીમારીથી હેરાન હતી. તેમાંથી 50 ટકા જેટલી મહિલાઓને એક મહિલા સુધી અઠવાડિયામાં 3 થી 4 વખત સેક્સ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. બાકીની મહિલાઓને સેક્સ ન કરવા માટેનું કહ્યું હતું.

બે અઠવાડિયા પછી જોવામાં આવ્યું હતું કે, જે મહિલાઓએ નિયમિત સેક્સ કર્યું હતું તેમાંથઈ 80 ટકા મહિલાઓની કિડની સ્ટોનની સમસ્યા દૂર થઈ ગઈ હતી. જ્યારે જે મહિલાઓને સેક્સ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું, તેમાંની માત્ર 51 ટકા જેટલી મહિલાઓની સમસ્યા સારી થઈ હતી. તુર્કીની અવરસ્ય યુનિવર્સિટીએ આ સ્ટડી કરી છે. તેને ઈન્ટરનેશનલ યુરોલોજી અને નેફ્રોલોજી જરનલમાં પ્રકાશિત કરવામાં આવી છે. તેના પહેલા કેટલીક સ્ટડીમાં પણ જાણવા મળ્યું હતું કે અઠવાડિયામાં 3 થી 4 વખત સેક્સ કરનારા પુરુષોને પણ કિડની સ્ટોનની સમસ્યામાંથી છૂટકારો મેળવવા મદદ મળે છે.

જણાવી દઈએ કે કિડની સ્ટોનની સમસ્યામાં ઘણું દર્દ પીડિતે સહન કરવું પડશે અને કિડનીમાં ઈન્ફેક્શન થવાનો ખતરો પણ રહે છે. જો સમય પર તેનાથી છૂટકારો મેળવવા ન આવે તો કિડની પર તેની અસર થઈ શકે છે, જેના કારણે કિડની ડેમેજ થવાનો ભય રહે છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp