તમારા શરીરમાં હાડકા અથડાવાનો અવાજ આવે છે તો સાવચેત થઈ જજો

PC: diabetes.co.uk

દર વર્ષે તા.12 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આર્થરાઈટીસ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં સાંધાના દુઃખાવાના રોગ પ્રત્યે જાગૃતતા લાવવી તેમજ સાવચેતી રાખવાના અભિગમ સાથે આ દિવસની ઉજવણીનો કરવામાં આવે છે.

શા માટે મનાવાય છે વિશ્વ અર્થરાઈટીસ દિવસ?

આર્થરાઈટીસ બીમારી વિશ્વવ્યાપી તેમજ ઝડપથી વધતી બીમારીઓમાંની એક છે. જે યુવાઓ તેમજ વધુ વજન ધરાવતા લોકો માટે એક મોટો ખતરો છે. વિશ્વ અર્થરાઈટીસ દિવસના ઉપલક્ષ્યમાં સાંધાના દુઃખાવાની જનજાગૃત્તિ માટે તેમજ આ રોગથી બચવા માટે ઉજવવામાં આવે છે. વર્ષ 1996 માં સૌ પ્રથમવાર વિશ્વ આર્થરાઈટીસ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

શું છે બીમારી?

બદલાતી જીવનશૈલી, વજનમાં વધારો અને ખોટા આહારને કારણે આર્થરાઈટીસ રોગ ઝડપથી વધી રહ્યો છે. સાંધાના રોગ તરીકે ઓળખાતો આ રોગ અગાઉ મોટેભાગે વૃદ્ધ લોકોને થતો હતો પરંતુ, હવે યુવા વર્ગ પણ તેનો શિકાર બની રહ્યા છે. આર્થરાઈટીસના કારણે શરીરના સાંધામાં દુ:ખાવો થાય છે, જેના લીધે હલનચલન પણ મુશ્કેલ બની જાય છે. તે શરીરના એક સાંધા અથવા ઘણા સાંધાને અસર કરી શકે છે.

કઈ રીતે બચાવ કરવો?

આ રોગને રોકવા માટે જીવનશૈલીમાં ફેરફાર લાવવો જરૂરી છે. બહારનો આહાર તેમજ જંક ફૂડનું સેવન ઓછામાં ઓછું કરવું અને પૌષ્ટિક ફૂડનું સેવન વધુ કરવું. આ સાથે નિયમિત કસરત કરવી અને ફીટ રેહવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp