ROનું પાણી શરીર માટે ફાયદાકારક છે કે ઘાતક?

PC: chinit.net

એક સમય હતો જ્યારે તમે અને અમે હેડ પંપ કે તળાવ અને કુવાનું પાણી એમ જ મોંઢે લગાવી પીતા હતા, પરંતુ આજના સમયમાં એવું પાણી પીવું ખતરાથી ખાલી નથી. તો જોઈએ ROનું પાણી પીવુંએ ફાયદાકારક છે કે પછી નુકશાનકારક.

શું RO છે ફાયદાકારક?

કંઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચરે RO અને પાણીને શુદ્ધ કરનાર વિભિન્ન ઉપકરણોની તપાસ કરી છે. આ દરમિયાન દેશના વિભિન્ન શહેરોમાં ROનો પ્રયોગ કરતા અને ન કરતા ઘરોમાં બીમાર પડતા લોકોની સંખ્યા 50-50 ટકા જોવા મળી. પાણીને શુદ્ધ કરતા ઉપકરણમાં ખાસ રીતની મેંબ્રેન કામ કરે છે. જે ખરાબની સાથે સાથે સારા સારા જીવાણુઓને પણ અવશોષિત કરી લે છે અને આ કારણે પાણીમાંથી મળતા મિનરલ શરીરમાં નથી પહોંચી શકતા. પાણીમાં રહેલા અમુક સારા જીવાણું આપણને પેટ સંબંધી બીમારીઓથી બચાવે છે.

શુદ્ધતાની ઓળખ

ઉલ્લેખનીય છે કે, અલગ અલગ જગ્યાઓના પાણીનો TDS સ્તર અલગ અલગ હોય છે. આનો ડેટા WHOએ તૈયાર કર્યો છે. તેણે 100થી 150 TDSને માન્ય ગણાવ્યા છે. જેથી તમે ઘરમાં RO કે યૂવી સિસ્ટમ લગાવી રહ્યા હોવ, તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની તપાસ કરાવી લો. જો TDS સામાન્ય કરતા વધારે હોય, ત્યારે જ RO કે યૂવી લગાવવું જોઈએ. ઉલ્લેખનીય એ છે કે બોટલબંધ પાણી પણ નથી શુદ્ધ. જો તમને લાગતું હોય કે, તમે જે મિનરલ વોટર કે સપ્લાય કરેલ પાણીને પી રહ્યા છો તે શુદ્ધ અને હાઈજીનિક છે, તો તમે ખોટા છે. આમાં પણ શરીરને નુકશાન પહોંચાડતા જીવાણું ગાયર્ડિયા હોય છે. પાણીને સાફ કરતી કંપનીઓ નદીઓ, નાળા, ભૂમિગત સ્ત્રોત વગેરે જગ્યા પરથી પાણી લઈ તેને સાફ કરવા માટે તેમાં કોએગુલેન્ટ કેમિકલ નાખે છે. આ કેમિકલ પાણીમાં રહેલી ગંદકીને પાણીના તળીયામાં પહોંચાડી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp