ડાયાબિટિઝ ભગાવવું હોય તો ટ્રાય કરો આ ફળ

PC: app.goo.gl

ફણસ એટલે ચોમાસાનું ફળ અને આ ફળ જેટલું સ્વાદિષ્ટ છે એટલું જ લાભદાયી પણ છે. એમાંય જો તમે ડાયાબિટિઝના દર્દી હો તો આખી સિઝનમાં ફણસનો બને એટલો લાભ ઊઠાવી લેવો જોઈએ. મજાની વાત એ છે આ સિઝનમાં બજારમાં ફણસ વેચનારાઓનો રાફડો ફાટતો હોય છે, પરંતુ ફણસ ખાનારો વર્ગ બહુ ઓછો હોવાને કારણે વેપારીઓએ અત્યંત સસ્તા દામમાં ફણસ વેચી દેવી પડતી હોય છે.

તમને જણાવી દઈએ કે ફણસમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોય છે. એટલે કે એમાં કાર્બોહાઈડ્રેડ્સ ઘણા ઓછા હોય છે, જે બ્લડ સુગર લેવલને અત્યંત પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે ડાયાબિટિઝના દર્દીઓ માટે મીઠા ફળો વર્જીત હોય છે, પરંતુ ફણસ એવા રેર ફળોમાંનું એક છે જે માત્ર સુગર લેવલ મેન્ટેઈન જ નથી કરતું, પણ સુગરની વધુ માત્રા સામે પણ રક્ષણ આપે છે.

આ ઉપરાંત આ ફળમાં ફાયબરની માત્રા ઘણી વધુ હોય છે, જેને કારણે ખોરાક આસાનીથી પચી જાય છે અને એને કારણે અચાનક સુગર લેવલ વધી જતું નથી. તો એમાં પ્રોટિનનું પ્રમાણ પણ ઘણું વધુ હોય છે, જે સુગરના પેશન્ટ્સની સાથે સામાન્ય માણસને પણ અત્યંત યુઝફૂલ બને છે.

જાણકારો તો એમ પણ સલાહ આપે છે કે ફણસના ફળની સાથે ફણસનાં પાન પણ ડાયાબિટિઝના દર્દીઓ માટે એટલા જ ઉપયોગી છે. તો ફળની સિઝન પૂરી થઈ જાય પછી તેના સૂકવેલા પાંદડાનું ચૂરણ અથવા લીલા પાંદડાનો રસ તેમણે તેમના ડાયટમાં સામેલ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp