ટાઈટ જીન્સ પહેરી ઓટોમેટિક કાર ચલાવવાને લીધે યુવકને આવ્યો કાર્ડિઆક અરેસ્ટ

PC: amazonaws.com

ટાઈટ જીન્સ પહેરીને લોન્ગ ડ્રાઈવ પર ગયેલા દિલ્હીના એક યુવકને કાર્ડિઆક અરેસ્ટ પછી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ટાઈટ જીન્સ પહેરવાને કારણે યુવકની હાર્ટ રેટ અને ધમની થોભી જવાની સાથે યુવકના શરીરનો રંગ પણ લીલો પડવા લાગ્યો. ડૉક્ટરે 45 મિનિટ સુધી સતત CPR આપ્યું, ત્યાર પછી હાર્ટ રેટ અને પલ્સ પાછી આવી.

ડૉક્ટરો અનુસાર, ટાઈટ જીન્સ પહેરી સતત 8 કલાક સુધી ઓટોમેટિક કાર ચલાવવાને કારણે પગમાં બલ્ડ ક્લોથ થઈ ગયો હતો, જે ફેફસા સુધી પહોંચી ગયો. જેને કારણે તેને કાર્ડિઆક અરેસ્ટ થયો. ફેફસાની ધમનીઓમાં બ્લડ ક્લોથ થઈ જવાને પલ્મોનરી ઈમ્બોલિઝ્મ કહેવામાં આવે છે.

ટાઈટ જીન્સ પહેરવાને કારણે બ્લડ ક્લોથ થયોઃ

દિલ્હીમાં પીતમપુરાનો રહેવાશી સૌરભ શર્મા 10 ઓક્ટોબરના રોજ કારથી ઋષિકેશ ગયો હતો. કાર ઓટોમેટિક હોવાને કારણે પગના ડાબા પગનો ઉપયોગ નહોતો થઈ રહ્યો. કલાકો સુધી પગનું હલનચલન થયું ન હોવાને કારણે અને ટાઈટ જીન્સ પહેરી હોવાને લીધે પગમાં લોહી બરાબર રીતે નહોતું પહોંચી શક્યું. તેને કારણે પગમાં બ્લડ ક્લોથ બની ગયું હતું. ડાબો પગ દુખવા લાગ્યો હતો, પણ નશામાં હોવાને કારણે સૌરભે તેના પર ધ્યાન આપ્યું નહોતું.

ત્યાર બાદ સૌરભ 12 ઓક્ટોબરના રોજ દિલ્હી પરત આવી ગયો હતો. ઘરે બેભાન થવાને કારણે પરિવારે તેને હોસ્પિટલમાં એટમિટ કર્યો હતો. તપાસ દરમ્યાન જાણ થઈ કે, પલ્મોનરી ઈમ્બોલિઝ્મને કારણે કાર્ડિઆક અરેસ્ટ થયો છે. હાર્ટના ડૉક્ટર નવીન ભામરીએ જણાવ્યું હતું કે, સૌરભનો શ્વાસ અટકી ગયો હતો. BP અને પલ્સ પણ પકડી શકાતા નહોતા. CPR દ્વારા ધબકારા શરૂ થયા અને તે ભાનમાં આવ્યો. 24 કલાક પછી તેનું બ્લડ પ્રેશર સ્થિર થયું હતું. તેને પેશાબ પણ નહોતો થઈ રહ્યો.

ટાઈટ કપડા પહેરી લાંબી ડ્રાઈવિંગ ખતરનાકઃ

સૌરભની સારવાર કરનારા ડૉક્ટર યોગેશ કુમાર છાબડાએ કહ્યું હતું કે, ટાઈટ કપડા પહેરીને ઓટોમેટિક કારમાં લોન્ગ ડ્રાઈવ કરવી ખતરનાક છે. એવામાં ટાઈટ કપડા ન પહેરો અથવા તો ડ્રાઈવ કરતા સમયે વચ્ચે બ્રેક લો. હાર્ટ અટેકને કારણે હ્યદયમાં લોહીનું ભ્રમણ અટકી જાય છે. જ્યારે કાર્ડિઆક અરેસ્ટમાં આખા શરીરમાં લોહીની સપ્લાઈ અટકી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp