ડૉક્ટરે પથરીની જગ્યાએ કાઢી નાખી બીજી કિડની પછી...

PC: navbharattimes.indiatimes.com

દર્દીની ડાબી કિડનીમાં પથરીના ઓપરેશન દરમિયાન પથરીની જગ્યાએ જમણી કિડનીને જ કાઢી નાખી. ઓપરેશન બાદ જ્યારે હોસ્પિટલે સ્વજનોને કિડની આપી તો હોબાળો થઈ ગયો. ગુસ્સામાં ભરાયેલા લોકોએ હોસ્પિટલ પર ખૂબ જ પથ્થરમારો કર્યો. જોકે ડોક્ટરે ભૂલ માનવા અને બીજી કિડનીની સારવારનો આખો ખર્ચ ઉઠાવવાનું આશ્વાસન આપવા પર આ બાબત પોલીસ પાસે ના ગઈ. આ ઘટના કંકડબાગ પોલીસ સ્ટેશનમાં સ્થિત BGB હોસ્પિટલની છે. દર્દી બેસૂગરાયનો એક યુવક છે. બેસૂગરાયનો રહેવાસી 26 વર્ષીય યુવકને થોડા દિવસ પહેલા પેટમાં દૂ:ખાવો થઈ રહ્યો હતો. બે દિવસ પહેલા પટનાના કંકડબાગ સ્થિત BGB હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોક્ટરે તપાસ બાદ ડાબી કિડનીમાં પથરી હોવાની વાત કહેતા સર્જરી કરાવવા કહ્યું હતું.

સ્વજનોની સહમતી પર ઓપરેશન થઈ ગયું, પરંતુ ત્યારબાદ તકલીફ વધી ગઈ, જાણવા મળ્યું કે ડોક્ટરે ડાબીની જગ્યાએ જમણી કિડનીનું ઓપરેશન કરીને કાઢી દીધી છે. ભાઈના જણાવ્યા અનુસર ડોક્ટરે જણાવ્યું કે, ઓપરેશન ખોટું થઈ ગયું છે. ત્યારબાદ સ્વજનો હોબાળો કરવા લાગ્યા. સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પોલીસ પહોંચ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે બીજી મોટી હોસ્પિટલમાં પોતાના ખર્ચ પર સારવાર કરાવવાની વાત કહીને સમજૂતી કરી લીધી હતી.

ઘટનાની બાબતે BGB હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પીકે જૈન કહે છે કે યુવકની બંને કિડનીમાં પથરી હતી અને પેશાબ સાથે લોહી આવી રહ્યું હતું. તપાસમાં માત્ર ડાબી કિડની અને પરેશાનીની ખબર પડી હતી. સર્જરીના સમયે જમણી કિડનીમાં પથરી દેખાઈ. કિડનીમાં નળીઓનો ગુચ્છો ગુંચવાડાથી લોહી બંધ નહોતું થઈ રહ્યું. એવામાં જીવ બચાવવા માટે કિડની કાઢવી પડી, જે સ્વજનોને સોંપવામાં આવી હતી.

તેમણે માન્યું કે ભૂલ થઈ છે પરંતુ સ્વજનોની સહમતી બાદ યુવકની સારવારનો આખો ખર્ચ હોસ્પિટલ પ્રશાસન ઉઠાવશે. હવે કોઈ વિવાદ નથી. પોતાની કિડની ગુમાવનારા પીડિત મોહમ્મદ મુજાહિદે જણાવ્યું કે, મને ડાબી કિડનીની જગ્યાએ જમણી કિડનીમાં દૂ:ખાવો થયો, તો મેં આ મુદ્દો ડૉક્ટર સામે ઉઠાવ્યો. મુજાહિદના પરિવારજનોએ પણ ડૉક્ટરને આ બાબતે પૂછપરછ કરી. જેમાં આખરે હોસ્પિટલના સીનિયર ડોક્ટર પીકે જૈને દર્દી અને પરિવારજનો સામે ડોક્ટરની ભૂલને સ્વીકારી. પીડિત મોહમ્મદ મુજાહિદે મીડિયાને સાથે વાત કરતા કહ્યું કે તેની ડાબી કિડનીમાં પથરી હતી, જેના કારણે ઘણો દૂ:ખાવો થઈ રહ્યો હતો. જ્યારે તે પટનાની હોસ્પિટલમાં ગયો તો ડોક્ટરે ખોટું ઓપરેશન કરી દીધું. મારી ડાબી કિડનીમાં પથરી હતી, પરંતુ જમણી કિડની કાઢી દીધી. એટલું  જ નહીં, શરૂઆતમાં ડોક્ટરોએ આ મામલાને છુપાવવાનો પ્રયત્ન કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp