હોસ્પિટલની ભૂલ છતા બિચારા દર્દીઓ કહે છે ડૉક્ટરો તો સારા છે, જેવું અમારું નસીબ!

PC: fancydistrict.com

વડોદરાની ખાનગી હોસ્પિટલ પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં કીડનીના દર્દીઓને ડાયેલીસીસને કારણે થયેલી વાયરસની અસર બાદ ગુજરાત સરકારે મા કાર્ડની યોજનો લાભ બંધ કરી દીધો છેેે, પરંતુ હોસ્પિટલની બેેદરકારીને કારણે ગરીબ દર્દીઓનેેે સહન કરવાનો વખત આવ્યો છે. તેમની મદદ કરનાર કોઈ નથી. જો કે ગરીબ દર્દીઓ આ માટેે હોસ્પિટલને દોષ આપવાને બદલેે પોતાના ખરાબ નસીબને જવાબદાર ગણી રહ્યા છે.

વડોદરાની સારાભાઈ કંપનીમાં નોકરી કરતા અને નિવૃત્ત જીવન જીવતા વયોવૃધ્ધ દર્દીએ અમારા સહયોગી સાથે વાત કરતા જણાવ્યુ કે ઘરમાં એક માત્ર પુત્ર કમાનારો છે. કીડનીની બીમારીને કારણે જલારામ હોસ્પિટલમાં ડાયેલીસીસ કરાવતા હતા. મા કાર્ડ હેઠળ મફત સારવાર થતી હતી. ડિસેમ્બર મહિનામાં સારવાર કરનાર ડૉકટરને શંકા જતા તેમના રીપોર્ટ કરાવવામાં આવ્યા, અને વધુ તપાસ માટે અમદાવાદ સિવિલમાં મોકલવામાં આવ્યા હતા. જયાં અમદાવાદ સિવિલના ડૉકટરોએ રીપોર્ટ બાદ જણાવ્યુ કે હેપ્ટેટાઈસ સી વાયરસની અસર થઈ છે.

આ વૃધ્ધ દર્દી વડોદરા પાછા આવ્યા ત્યારે ખબર પડી કે જલારામ હોસ્પિટલમાં ડાયેલીસીસ કરતા પંદર કરતા વધુ દર્દીઓને આ પ્રકારના વિવિધ વાયરસની અસર થઈ છે. લીવર સીસ્ટમને નબળી પાડી દેેેતા હેેપ્ટેટાઈસ સી વાયરસની દવા પણ અત્યંત મોંધી આવતી હોવાને કારણે દર્દીઓ આ દવા પણ લઈ શકતા નથી. આ સંદર્ભમાં જયારે દર્દીઓ દ્વારા સરકારમાં રજુઆત કરી તો સરકારે જલારામ હોસ્પિટલને મા કાર્ડ માટે આપેલી માન્યતા રદ કરી નાખી. પણ આ હોસ્પિટલમાં ડાયેલીસીસ કરતા દર્દીઓ કયા જશે તેની કોઈ વ્યવસ્થા કરી નહીં.

આ દર્દીએ કહ્યુ હોસ્પિટલનો સ્ટાફ અને ડૉકટર બહુ સારા છે. અમને જે કઈ થયુ તેમાં અમારૂ નસીબ ખરાબ છે. હવે અમારી પાસે પૈસા ખર્ચી ડાયેલીસીસ કરવાની તાકાત નથી. હવે અમારૂં શુ થશે તેની અમને ખબર નથી. આ અંગે હોસ્પિટલના ડૉ દિપક દેસાઈને પુછતાં તેમણે કોઈ દર્દી સાથે આવું કંઈ બન્યુ હોવાન ઈન્કાર કરતા જણાવ્યુ હતું કે દર્દીના રીપોર્ટ જોયા વગર કોઈ પ્રતિક્રિયા આપી શકાય નહીં, જો કે સરકારે માન્યતા રદ કરી હોવાની વાત સ્વીકારી હતી.

(પ્રશાંત દયાળ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp