મોબાઈલ પર ચોંટી રહેનારાઓ નોમોફોબિયા વિશે જાણી લો પહેલા

PC: app.goo.gl

આપણી આસપાસ નજર નાંખીશું તો ખ્યાલ આવશે કે ઘણા લોકો સતત મોબાઈલમાં ઘૂસેલા હોય અને વારંવાર એક એપ પરથી બીજી એપ પર સ્વિચ થતા રહેતા હોય છે. આ એક પ્રકારનું ઍડિક્શન છે અને એને કારણે માણસોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એમાં સૌથી મોટી બિમારી છે નોમોફોનિયાની, જેને કારણે મોબાઈલના ઍડિક્ટ્સને સતત બેચેની અને અસલામતી લાગતી રહેતી હોય છે.

તાજેતરમાં જ થયેલા એક સંશોધન મુજબ મોબાઈલ ફોનના વધુ વપરાશને કારણે થતાં નોમોફોબિયાનું પ્રમાણ સ્ત્રીઓ કરતા પુરૂષોમાં વધુ જોવા મળે છે. જ્યાં દુનિયાભરમાં 47 % સ્ત્રીઓ અને 58 % પુરૂષો નોમોફોબિયાનો શિકાર છે. નોમોફોબિયાને કારણે મોબાઈલ ઍડિક્ટ્સને હંમેશાં એવો ડર રહે છે કે ક્યાં તો તેમનો મોબાઈલ ચોરાઈ જશે અથવા કોઈ તેમનો મોબાઈલ લઈ લેશે! તેઓ પોતાના મોબાઈલને લઈને અત્યંત પઝેસિવ પણ થઈ જતા હોય છે. સંશોધન તો એમ પણ કહે છે કે આ બિમારીને કારણે ઍડિક્ટ્સનો સ્વભાવ ઘણો શંકાશીલ થઈ જાય છે.

ખૈર, નોમોફોબિયા ઉપરાંત મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરનારાને યાદદાસ્તની પણ ઘણી તકલીફો થતી હોય છે. તો ગરદનમાં દુખાવો થવો કે આંખો સૂકી થઈ જવી જેવી સમસ્યાઓ પણ તેમણે વેઠવી પડે છે. આ ઉપરાંત મોબાઈલ ઍડિક્ટ્સને અનિદ્રાની પણ સમસ્યા રહે છે અને ઓછી ઉંઘને કારણે તેમના સ્વાસ્થ્ય પર ઘેરી અસરો થાય છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp