રેડમાં પકડાયા 90000 નકલી કોન્ડોમના ડબ્બા, અધિકારીઓ પર ચોંક્યા

PC: intoday.in

જાણીને ચોંકી જવાશે કે, માર્કેટમાં નકલી કોન્ડોમ પણ મળે છે. એક રિપોર્ટ અનુસાર યુ.કે.માં છેલ્લા બે વર્ષમાં તંત્રએ અસુક્ષિત કોન્ડોમના હજારો ડબ્બાઓ જપ્ત કર્યા છે. મેડિકલ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સીએ વર્ષ 2018થી લઈને વર્ષ 2019 વચ્ચે આશરે 1 લાખ નકલી કોન્ડોમ જપ્ત કરી લીધા છે. એક જ દરોડામાં 87500 કોન્ડોમ મળી આવતા મેડિકલ ક્ષેત્રના અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા.

જે ડબ્બાઓ પકડાયા હતા એમા નકલી કોન્ડોમ તો હતા જ પણ સાથોસાથ જૂના થઈ ગયેલા અને અસુરક્ષિત કોન્ડોમ પણ જપ્ત થયા હતા. જેમાં તેની એક્સપાયરી ડેટવાળા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જો દવાની માર્કેટ સુધી આ કોન્ડોમ પહોંચી ગયા હોત તો અનેક લોકોને સેક્સ સંબંધી સમસ્યાઓ થઈ શકે એમ હતી. બ્રેડફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મહેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જે કોન્ડોમ જપ્ત કરાયા છે એ તમામ અસુરક્ષિત હતા. કેટલાક વેપારીઓ આ રીતે નકલી કોન્ડોમનો વેપાર કરે છે. જેના કારણે અસલી કોન્ડોમની સાથે આવા નકલી કોન્ડોમ પણ વેચાય જાય છે. સ્વાસ્થ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ આ યોગ્ય નથી

લેટેક્સ કોન્ડોમ પ્રાકૃતિક રબરથી બનાવવામાં આવે છે. જ્યારે નક્લી કોન્ડોમમાં પદાર્થો યોગ્ય હોતા નથી. સેક્સ સંબંધી સુરક્ષા પણ આપી શકે એમ નથી. મેડિકલની ટીમે જે કોન્ડોમ, સેક્સ ટોય અને જાતિ સંબંધીત દવાઓ જપ્ત કરી છે એની કિંમત કરોડોમાં છે. આ કારોબારમાં ઝડપાયેલા 859 લોકોની ધરપકડ પણ કરી લેવાય છે. લોકોની જાગૃતિ માટે આ ઑપરેશનનો રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સીએ લંડનના જુદા જુદા વિસ્તારોમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું. જેમાં ખાસ કરીને મેડિકલ સ્ટોર પર ચકાસણી કરવામાં આવી હતી. નકલી કોન્ડોમનું આખું કારોબાર સામે આવતા સમગ્ર મેડિકલ વિભાગમાં આંચકો અનુભવાયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp