પનીર ફૂલ- તમને યુવાન અને ફીટ રાખે તેવી ઔષધિનું નવસારી કૃષિ યુનિ.માં સંશોધન

PC: khabarchhe.com

(દિલીપ પટેલ).નવસારી કૃષિ યુનિવર્સિટીના વન્ય મહાવિદ્યાલયના રામ મયુરે એક નવા ફૂલની ઓળખ ગુજરાતને આપી છે. આમ તો તે અંગે બહું ઓછા લોકો જાણે છે પણ તેનો ઉપયોગ તો આયુર્વેદિક દવાઓમાં લાંબા સમયથી થઇ રહ્યો છે. ફાયદાકારક ફૂલ પનીરફૂલ તરીકે ઓળખાય છે. જેમાંથી પનીર પણ બની શકે છે.

પનીરનુંફૂલમાં જંગલી કંધ છે જે સોલાનેસી પરિવારનું છે. પનીર ફૂલ ભારતનું છે. ભારતીય રેનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પનીર ડોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની ફૂલની ખેતી કરીને સુકા ફૂલો બજારમાં વેચી શકાય છે. લાલ માટી હોય ત્યાં જ તેની ખેતી થાય છે. ઘરની બાલ્કનીમાં તે ઉગાડવું હોય તો લાલ માટી જરૂરી છે.

મહુડાના ફૂલો જેવા પણ નાના ફૂલો છે

રંગ લીલો હોય છે. રાંધ્યા પછી ભૂરા અથવા સફેદ રંગના બને છે. સ્વાદ ક્યારેક મીઠો હોય ક્યારેક કડવો હોય છે. પનીરનું ફૂલ કોમર્શિયલ ફ્લાવર તરીકે પણ ઓળખાય છે. આયુર્વેદિક દવાખાના સિવાય પણ સરળતાથી ઓનલાઈન મેળવી શકીએ છીએ. બીમારીઓથી બચાવી શકીએ છે.

શરદી અને ઉધરસ મટાડવામાં ફાયદાકારક છે. રામબાણ માનવામાં આવે છે. લાંબા સમયથી શરદીમાં ફૂલનો ઉકાળોના બનાવીને ઉપયોગ થાય છે. ખીલની સારવાર પનીરના ફૂલથી કરી શકાય. ત્વચાને સુવ્યવસ્થિત (કડક) બનાવવામાં મદદ કરે છે.

ત્વચા સમય પહેલા ઢીલી થઈ જાય છે. ત્વચાને કુદરતી રીતે ચુસ્ત બનાવે છે. કરચલીઓ અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં પણ ફાયદાકારક છે. સ્થૂળતા ઘટાડવામાં પનીરના ફૂલ ચમત્કારિક વનસ્પતિ છે.

અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. તણાવ, ચિંતા વગેરે. હવે જો અનિદ્રાની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે તો તેનાથી અનેક પ્રકારના માનસિક રોગો થઈ શકે છે. પનીરનું ફૂલ અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવવામાં ફાયદાકારક છે.

પનીરના ફૂલોથી ડાયાબિટીસની સારવારમાં રામબાણ ઔષધિ છે. પનીર કે ફૂલમાં ઇન્સ્યુલિન સંતુલિત રાખવા ઉપરાંત, તે શરીરમાં ઇન્સ્યુલિનના યોગ્ય ઉપયોગ માટે સ્વાદુપિંડના બીટા કોષોને પણ સાજા કરે છે. સદીઓથી, પનીરના ફૂલોનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.

અસ્થમાના રોગમાં પનીરના ફૂલ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, અસ્થમાનો રોગ વાત અને કફના દોષોના કારણે થાય છે. તાત્કાલિક ઈલાજ કરવાની જરૂર છે કારણ કે ક્યારેક આ રોગના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે. ફૂલમાં અનેક પ્રકારના તત્વો જોવા મળે છે જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.

પેશાબ સંબંધી વિકારોમાં પનીરના ફૂલ ફાયદાકારક છે. પનીરના ફૂલો થાક દૂર કરે છે.

પનીરના ફૂલોનો ઉપયોગ કેવી રીતે કરવો 

પનીરના ફૂલનો ઉકાળાના રૂપમાં ઉપયોગ કરી શકો છો.

એક ગ્લાસ પાણીમાં 10 થી 12 ફૂલ નાખી રાત રહેવા દો. સવારે ખાલી પેટ લેવાથી અનેક પ્રકારના રોગો સામે રક્ષણ મળે છે.

ગેરફાયદા

વધારે ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે. ખોટી રીતે ઉપયોગ કરો છો તો ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. વધુ પડતા સેવનથી ગેસની સમસ્યા ઊભી થઈ શકે છે.

ડાયેરિયામાં પનીરના ફૂલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.

સગર્ભા સ્ત્રીઓએ પનીરના ફૂલનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમ નવસારી કૃષી યુનિવર્સિટીના વન્ય મહાવિદ્યાલયના રામ મયુર.એલ, કેયૂર આર. રાઠોડ, ડૉ. બી એસ.દેસાઇ, ડૉ. સુમન કુમાર જાહ, ડૉ વી એમ. પ્રજાપતિએ જણાવ્યું હતું. મો. નં. 7046650343

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp