ડાયાબિટીસના દર્દીઓ માટે ખુશખબર, હવે નહીં લેવા પડશે ઈન્સ્યુલિનના ઈંજેક્શન

PC: aspiretrainingteam.co.uk

છેલ્લા કેટલાક વર્ષોથી ડાયાબિટીસના દર્દીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ડાયાબિટીસથી પીડિત વ્યક્તિએ પોતાના બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે દિવસભર ઓછામાં ઓછાં ઈન્સ્યુલિનના 2 ઈંજેક્શન તો લેવા જ પડે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ હવે ઈન્સ્યુલિન ઈંજેક્શનનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ડાયાબિટીસ સામે ઝઝૂમી રહેતા વ્યક્તિઓએ ઈન્સ્યુલિનના ઈંજેક્શન લગાવવાની જરૂર નહીં પડશે, કારણ કે હવે માત્ર એક ગોળી ખાઈને જ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાશે.

સ્ટડી રિપોર્ટ અનુસાર, કેપ્સૂલમાં એક નાનકડી સોંય હોય છે, જેને ફ્રીઝ કરવામાં આવેલા ઈન્સ્યુલિનમાંથી બનાવવામાં આવી છે અને એક સ્પ્રિંગ પણ છે, જેને સુગરની એક ડિસ્ક દ્વારા બનાવવામાં આવી છે. કેપ્સુલ ખાધા બાદ જેવી એ પેટમાં પહોંચે છે, તો પેટમાં રહેલ પાણી ડિસ્કને ડિઝોલ્વ કરી દે છે, જેને કારણે સ્પ્રિંગ નીકળી જાય છે, ત્યારબાદ ઈન્સ્યુલિન ડાઈજેસ્ટિવ સિસ્ટમાં બ્રેક થઈ જાય છે.

બ્રિધમ એન્ડ વુમન હોસ્પિટલ તેમજ મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુ ઓફ ટેકનોલોજીની ટીમે જણાવ્યુ હતુ કે, કેપ્સુલ લેવી ઈન્સ્યુલિનના ઈંજેક્શનની સરખામણીમાં વધુ સરળ છે. તેની ખાસ વાત એ છે કે, તે બીજા ઈંજેક્શનની સરખામણીમાં સસ્તી છે અને સાથે જ તેને પોતાની સાથે ક્યાંય પણ લઈ જઈ શકાય છે. સંશોધકોએ જણાવ્યુ હતુ કે, કેપ્સૂલ બાયોડિગ્રેડેબલ પોલીમર અને કેટલાક સ્ટેનલેસ સ્ટીલની મદદથી બનાવવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, જ્યારે ડાયાબિટીસના કોઈ દર્દી આ કેપ્સૂલ લેશે તો સુગર ડિસ્ક પેટમાં પીગળી જશે અને સ્પ્રિંગ છોડશે. સ્પ્રિંગ નીકળ્યા બાદ તેમાંથી એક પ્રકારની કાઈનેટિક એનર્જી નીકળશે.

જણાવી દઈએ કે, ટીમે સૌથી પહેલો ટેસ્ટ પિગ પર કર્યો હતો અને તે સફળ રહ્યો હતો. સંશોધકોના જણાવ્યા અનુસાર, કેપ્સૂલ પેટમાં પીગળ્યા બાદ તે કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ વિના ડાઈજેસ્ટિવ સિસ્ટમ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. આ કેપ્સૂલ પર સંશોધકો હજુ વધુ સંશોધનો કરી રહ્યા છે અને ત્રણ વર્ષની અંદર તેનો મનુષ્યો પર પ્રયોગ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp