વલસાડવાસીઓએ હાર્ટસર્જરી માટે મુંબઇ કે સુરત જવાની જરૂર નહીં પડે

PC: khabarchhe.com

હાર્ટ સંબંધિત બીમારીઓને લઇને વલસાડ અને જિલ્લાની પ્રજાને અત્યાર સુધી મુંબઈ અથવા તો સુરત કે અમદાવાદ સુધીની દૌડ લગાવવી પડતી હતી. પરંતુ હવે વલસાડમાં જ વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ ગુજરાત જ નહીં પણ ભારતની પ્રસિદ્વ સિમ્સ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ માટેનો શ્રેય અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને વલસાડની અમિત હોસ્પિટલને જાય છે. કારણ કે, સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગ સાથે વલસાડની અમિત હોસ્પિટલે જોડાણ કર્યું છે.

આ પ્રસંગે ગુજરાતના પ્રસિદ્વ હાર્ટ સર્જન ડો. ધવલ નાયકએ જણાવ્યું હતું કે, તેઓ પોતે વલસાડના છે અને અભ્યાસ પણ વલસાડમાં કર્યો છે. ત્યારે સ્વભાવિક જ વલસાડ પ્રત્યે લાગણી હંમેશા જે દિલમાં છે, અને સ્વપ્ન હતું કે, વલસાડમાં પણ હૃદયની બીમારીઓને લગતી તપાસ અને સારવાર ઉપલબ્ધ થાય. આજે આ સ્વપ્ન પણ પૂર્ણ થયું છે. સિમ્સ હોસ્પિટલ એવી એક હોસ્પિટલ છે, જેની પાસે JCI (જોઈન્ટ કમિશન ઇન્ટરનેશનલ)નું લાયસન્સ છે. આ ઉપરાંત અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજી સાથે સંલગ્ન છે. અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલ ગુજરાતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતી એકમાત્ર હોસ્પિટલ છે, જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સાથે આર્ટિફિશિયલ હાર્ટ સર્જરી, કી હોલ કાર્ડિયાક સર્જરીઓ થાય છે. ત્યારે હવે વલસાડની અમિત હોસ્પિટલ સાથે સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટનું જોડાણ થતા વલસાડની જનતાને પણ સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગના નિપુણ અને નિષ્ણાત તબીબોની સેવા સાથે જ વૈશ્વિક સ્તરની સુવિધાઓનો લાભ મળી શકશે.

વધુમાં અમિત હોસ્પિટલના સિનિ ફિઝિશિયન ડો. સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતની જનતાને વલસાડમાં જ વૈશ્વિક સ્તરની અને સિમ્સ જેવું હાર્ટ સેન્ટર ઊભું થાય તેવું તેમનું લક્ષ્ય છે. અમિત હોસ્પિટલમાં કાર્ડીયોલોગીજીસ્ટ કરીકે ફરજ બજાવતા ડો. સુનીલ વર્માએ જણાવ્યું હતું કે, સિમ્સ હોસ્પિટલ અને અમિત હોસ્પિટલના જોડાણ સાથે હવે વલસાડની જનતા માટે અનેક કાર્યક્રમો પણ અવિરત થતા રહેશે. ખાસ કરીને હોસ્પિટલ દ્વારા હાર્ટ સંબંધિત બીમારીઓની જાણકારી અને નિદાન માટેનું માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે શિબિરોનું આયોજન કરાશે. પ્રજામાં અંગદાન પ્રત્યે જાગૃતતા લાવવા માટેના કાર્યક્રમો સાથે વૈશ્વિક સ્તરે હાર્ટ સંબંધિત બીમારીઓ અને સારવારમાં વપરાતી જ આધુનિક ટેકનોલોજી વિશે વલસાડની જનતા અને દક્ષિણ ગુજરાતના તબીબો માહિતગાર રહે તે માટેના સેમિનારોનું પણ આયોજન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp