કોરોનાની નવી આડઅસર- ત્વચા, વાળ અને નખ સંભાળવા જરૂરી છે... જાણો શું થાય છે?

PC: timesofindia.indiatimes.com

કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને બ્લેક ફંગસનો રોગ લાગુ પડે છે પરંતુ હવે તો નવી નવી બિમારીઓ આવી રહી છે. દવાનું ઇન્ફેક્શન હોય કે નબળી ઇમ્યુનિટી—દર્દીઓ હવે નખ, ત્વચા અને વાળની સમસ્યાથી પિડાઇ રહ્યાં છે. કોરોના મહામારી શરીરના તમામ અંગોને અસર કરે છે તે આ નવી નવી બિમારીથી સાબિત થઇ રહ્યું છે. ખુદ ડોક્ટરો પરેશાન છે.

દેશના વિવિધ રાજ્યોમાં અને ગુજરાતમાં બ્લેક ફંગસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે જે ચિંતાજનક છે પરંતુ તે સાથે ત્વચા, નખ અને વાળની સમસ્યાના કારણે દર્દીઓ પરેશાન છે. નિષ્ણાંતો કહે છે કે લક્ષણો ઓળખીને સારવારની આવશ્યકતા હોય છે.

દિલ્હી, મુંબઇ અને કેટલાક મોટા શહેરોના તબીબોએ જણાવ્યું છે કે કોરોનામાંથી સાજા થયેલા ઘણા દર્દીઓમાં ત્વચાની બળતરા સહિતનાં બીમારીઓના લક્ષણો સામે આવી રહ્યા છે, જેને હર્પીઝ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. દિલ્હીની એપોલો હોસ્પિટલના ત્વચા નિષ્ણાંત કહે છે કે કેટલાક દર્દીઓ ભૂતકાળમાં આ બિમારીથી પિડાતા જોવા મળ્યા છે જ્યારે કેટલાક દર્દીઓમાં પહેલીવાર આ બિમારી સામે આવી છે. આ સમસ્યા નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણ થઇ રહી છે.

અમદાવાદ સ્થિત સ્કીન સ્પેશ્યાલિસ્ટ કહે છે કે કોરોનાથી નબળી રોગપ્રતિકારક શક્તિને લીધે ઘણા દર્દીઓમાં ત્વચા, વાળ અને નખના રોગો સામે આવી રહ્યા છે. નખના રોગમાં મેલાનોનિચેઆ અથવા બીઓ લાઇનો પણ જોવા મળી રહી છે. વાળ ખરવાના કિસ્સામાં દર્દીઓએ તાત્કાલિક નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ કારણકે આ બિમારી આગળ જઈને દર્દી માટે જોખમી સાબિત થઈ શકે છે.

હર્પીઝ સિમ્પ્લેક્સ વાયરસ સાથેનું ઇન્ફેક્શન છે જે કોરોના વાયરસના કારણે થાય છે. હર્પીઝ લેબિઆલિસિસ અન્ય જગ્યાએ અસર કરતાં પહેલાં કલસ્ટરના જોખમ સાથે હોઠની આજુબાજુ થાય છે. હર્પીઝના કારણે ત્વચા, વાળ અને નખના રોગનો દર્દીઓ શિકાર બની રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp