26th January selfie contest

કોરોના રિકવરી પછી ફેફસામાં આ ભયંકર બીમારીનો ખતરો, એક્સપર્ટ્સની ચિંતા વધી

PC: hindustantimes.com

કોરોનાની યોગ્ય સારવાર એક આદર્શ વેક્સીનથી જ સંભવ છે. પણ જો ડૉક્ટરની સલાહ પર કોરોના દર્દીઓને દવાઓ અને એન્ટીબાયોટિક્સ ન આપવામાં આવે તો આગળ ચાલીને તે પલ્મોનરી ફાઈબ્રોસિસ જેવી ખતરનાક બીમારીનો શિકાર થઇ શકે છે. રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસ ફેફસાને ખૂબ જ ઝડપથી ડેમેજ કરે છે. જેને લીધે આગળ ચાલીને ફાઈબ્રોસિસનો ખતરો પેદા થઇ શકે છે.

હાલમાં જ મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી પ્રભુરામ ચૌધરીને ફેફસામાં સમસ્યાના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના ઈન્ફેક્શન રિકવરી પછી જાણ થઇ કે તેઓ ફાઈબ્રોસિસનો શિકાર થયા છે. પલ્મોનરી ફાઈબ્રોસિસ એક ગંભીર બીમારી છે જેને કારણે ફેફસાના ટિશ્યૂ ક્ષતિગ્રસ્ત થઇ જાય છે.

ટીબી હોસ્પિટલ મેડિકલ સુપ્રીટેન્ડના ડૉક્ટર એકે શ્રીવાસ્તવે કહ્યું કે, ફાઈબ્રોસિસ ફેફસાના ક્ષતિગ્રસ્ત થવાનું અંતિમ સ્ટેજ છે. કોરોના વાયરસ મુખ્ય રીતે વ્યક્તિના ફેફસાને ખરાબ કરે છે. માટે રિકવરી પછી પણ લોકોને ડૉક્ટરની સલાહ પક દવા લેવી ચાલુ રાખવી જોઇએ.

તેઓ કહે છે કે, કોરોનાની સારવાર દરમિયાન ડૉક્ટરોએ દર્દીઓના ફેફસાની રક્ષા કરવાની હોય છે. કોરોનાથી રિકવરી પછી દર્દીને રેગ્યુલર ગાઈડન્સ માટે ડૉક્ટરના સંપર્કમાં રહેવું જોઇએ, જેથી ફેફસાના બચાવ અને તેના સામાન્ય ઈન્ફેક્શનને સમજી શકાય. આ ઉપરાંત ડૉક્ટરોની દેખરેખમાં એન્ટીબાયોટિક્સ, સ્ટેરોયડ કે સંબંધિત દવાઓને નિયમિત રીતે લેવી જોઇએ.

પલ્મોનરી ફાઈબ્રોસિસ પર્મનેંટ પલ્મોનરી આર્કિટેક્ચર ડિસ્ટોર્શન કે લંગ ડિસફંક્શનથી જોડાયેલી સમસ્યા છે. કોરોનાના મામલામાં ફેફસા વાયરસથી ખરાબ થઇ જાય છે. જે બાદમાં ફાઈબ્રોસિસનું કારણ બની શકે છે. જોકે, આ બીમારી અન્ય ઘણાં કારણોને લીધે થઇ શકે છે. આ રેસ્પિરેટરી ઈન્ફેક્શન, ક્રોનિક ડિસીઝ, મેડિકેશન કે કનેક્ટિવ ટિશ્યૂ ડિસોર્ડરના કારણે હોઇ શકે છે.

પલ્મોનરી ફાઈબ્રોસિસમાં ફેફસાંના આંતરિક ટિશ્યૂના મોટા કે સખ્ત થવાના કારણે રોગીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ધીમે ધીમે દર્દીના બ્લડમાં ઓક્સીજનની અછત સર્જાવા લાગે છે. આ સ્થિતિ ખૂબ જ ગંભીર હોઇ શકે છે. મોટાભાગના કેસોમાં ડૉક્ટર આની પાછળના કારણોની તપાસ કરી શકતા નથી. આ કંડીશનમાં તેને ઈડિયોપેથિક પ્લમોનરી ફાઈબ્રોસિસ કહેવામાં આવે છે.

ડૉક્ટર કહે છે કે પલ્મોનરી ફાઈબ્રોસિસ ઘાતક એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસને વધારે ગંભીર બનાવી શકે છે. ઈમ્યૂન સિસ્ટમ પૈથોજનથી જોડાયેલા અણુઓનો ઉપયોગ કરીને વાયરસની ઓળખ કરે છે, જે એન્ટીજન પ્રેજિંટિંગ સેલ રિસેપ્ટર્સની સાથે સંપર્ક કરી ડાઉનસ્ટ્રીમ સિગ્નલિંગને ટ્રિગર કરે છે. જેથી એન્ટીમાઈક્રોબિયલ અને ઈનફ્લામેટરી ફોર્સેસને રીલિઝ કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp