વડોદરામાં પીવાના ગંદા પાણીના કારણે ઝાડા-ઉલટીના કેસમાં વધારો, 1નું મોત

PC: healthlive.co.in

વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વડોદરામાં રોગચાળાએ માઝા મુકી છે. લોકોના ઘરમાં પીવા માટે આવતું પાણી ગંદુ હોવાના કારણે રોગચાળો સતત વધી રહ્યો છે, જેના કારણે ઝાડા-ઊલટીના કેસમાં પણ વધારો થયો છે અને એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાની જનતા પાસેથી પાણી વેરો તો લેવામાં આવે છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી વડોદરાની જનતાને પીવા માટેનું ચોખ્ખું પાણી મળ્યું નથી. લોકોના ઘરમાં જે પાણી આવે છે, તે ગંદુ આવે છે અને આ પાણી પીવા સિવાય લોકો પાસે કોઈ બીજો રસ્તો નથી. હવે ધીમે-ધીમે આ ગંદા પાણીની અસર દેખાઈ રહી છે. વડોદરામાં ઝાડા-ઊલટીના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જોકે, વડોદરા ફતેપુરા વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કારણે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે અને આ ઝાડા-ઊલટી થવાનું કારણ દૂષિત પાણી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અગાઉ આ જ પ્રકારે એક વર્ષ પહેલા ઝાડા- ઊલટીના કેસોમાં વધારો થવા પામ્યો હતો અને ત્યારે પણ પાંચથી છ લોકોના મોત નિપજ્યા હતા. હાલમાં વડોદરામાં 543 જેટલા ઝાડા-ઊલટીના કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલા જ વડોદરાના નિમેટા પ્લાન્ટની સફાઇ કરવામાં આવી હતી અને સફાઇ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની સફાઈના કામની પોલ છતી થઈ ગઈ હતી. કારણ કે, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં કમર સુધીની માટીના થર જામી ગયા હતા. જેના કારણે પાણી શુદ્ધ થતું ન હતું. આ ઉપરાંત પાણી શુદ્ધ કરવા માટે જે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો, તે કેમિકલ દ્વારા જેટલું પાણી ચોખ્ખું થવું જોઈએ તેટલું પાણી ચોખ્ખું થતું નથી અને ત્યારબાદ કેમિકલની જગ્યા પર ફરીથી ફટકડી દ્વારા પાણી શુદ્ધ કરવાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp