દાડમ ખાવાના ફાયદા

PC: files.atkins.com

દાડમ એન્ટી ઓક્સિડેન્ટ અને પોલિફિનોલના સ્ટોરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે આ બંનેના કારણે એકક્સિડેટિવ સ્ટ્રેસ ઓછુ થવાથી તે ફ્રી રેડિકલ્સના પ્રભાવને ઓછો કરવાની સાથે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે. જો તમને દાડમના દાણા ચાવીને ખાવા ગમતા ન હોય તો તમે તેના દાણાને મિક્સરમાં પીસીને તેનો જયૂસ બનાવીને પણ પી શકો છો, રોજ દાડમનો જ્યૂસ પીવાથી પણ તમારું હાર્ટ હેલ્ધી બને છે.

દાડમના જ્યૂસનો એક ગ્લાસ સિસ્ટોલિક બ્લડ પ્રેશરને ઓછું કરે છે, વળી તેના કારણે એલડીએલ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરીને એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવાની સાથે કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝ થવાની સંભાવનાને તે ઘટાડે છે. દાડમમાં એક એ પણ ગુણ હોય છે કે તે ધમનીઓમાં ફેટને જામવા દેતું નથી.

આજકાલ ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ સામાન્ય હેલ્થ પ્રોબ્લેમ થઈ ગયા છે, જો તમે દાડમનું જ્યૂસ હાર્ટને હેલ્ધી રાખવા માટે પીતા હોવ તો તેની સાથે તમારા ડાયાબિટીસને પણ તમે કાબુમાં રાખી શકો છો. દાડમનું જ્યૂસ તમને હાઇડ્રેટેડ તો રાખે જ છે સાથે જ તે એક લો કેલેરી ડ્રિંક પણ છે. વળી કિડનીના રોગોમાં પણ તે ઘણું ફાયદાકારક ગણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp