પૂરતી ઊંઘ નહીં લો તો થશે આ અસર- જીવન 12% નાનુ થઈ જશે, 3 અંગો થશે ખરાબ

PC: brisbanebulkbillingdoctor.com.au

ઊંઘ ના આવવી આજકાલની એક મોટી સમસ્યા છે. અલગ-અલગ કારણોસર ઊંઘ ખરાબ થાય છે. પછી ભલે તે કામના થાકના કારણે હોય અથવા તો કોઈ ટેન્શનના કારણે હોય. યોગ્ય ઊંઘ ના લેવાને કારણે ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ આવે છે. જો કોઈ છ કલાક કરતા ઓછી ઊંઘ લેતુ હોય, તો તેની સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવવા માંડે છે. આથી, ઘણા લોકો ગાઢ ઊંઘનો આનંદ નથી લઈ શકતા.

કારણ કે, તેઓ મોડી રાત સુધી જાગે છે. સવારે મોડે સુધી સુએ છે. જો મોડી સુધી ઊંઘી ના શકે તો તેમનો આખો દિવસ ચિડિયાપણામાં પસાર થાય છે. યોગ્યરીતે ઊંઘ ના લેવાનું નુકસાન શરીરના પ્રમુખ ત્રણ અંગો પર પડે છે. સાથે જ બે ખૂબ જ જરૂરી શારીરિક સિસ્ટમ પર પણ પડે છે.

લોકો ઓછી ઊંઘ શા માટે લે છે, તેના પર હાલમાં જ સાયન્સ જર્નલ પર એક સ્ટડી પ્રકાશિત થઈ છે. જેમા સ્પષ્ટરીતે કહેવામાં આવ્યું છે કે, યોગ્ય સમયે પૂરતી ઊંઘ ના લેવાના કારણે જીવન ખરાબ થઈ જાય છે. સારી ઊંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે. અવાજ પ્રદૂષણ, પ્રકાશ પ્રદૂષણ, તણાવ, બેચેની, અપમાન, દગો સહન કરવો, સામાજિક-આર્થિક સ્થિતિ અને કામ કરવાની શિફ્ટ અથવા ટાઈમિંગ. તેના કારણે દુનિયામાં અલગ-અલગ સમુદાયોના લોકો અલગ-અલગ પ્રકારે સૂએ છે. જેને કારણે તેમણે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સતર્ક નથી રહી શકતું મગજ, ધીમું થઈ જાય છે

પૂરતી ઊંઘ ના લેવાના કારણે મગજ સતર્ક નથી રહી શકતું. ઓછી ઊંઘ લેવાના કારણે મગજ ધીમે-ધીમે ઓછું થવા માંડે છે. તેના કારણે કામમાં ભૂલો થવા માંડે છે. અથવા તો પછી રોડ પર એક્સિડન્ટ પણ થઈ શકે છે. ઓછી ઊંઘ લેવાના કારણે તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તણાવનું સ્તર ઝડપથી વધે છે. બેચેની અનુભવાય છે. વધુ ગંભીર સ્થિતિ આવવા પર ડિમેન્શિયાનો શિકાર બની શકાય છે. અથવા તો પછી અલ્ઝાઈમર્સ બીમારી થઈ શકે છે.

હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ

જો માણસ પૂરતી ઊંઘ ના લે અને ગાઢ ઊંઘનો આનંદ ના લઈ શકતી હોય તો તેને હાઈપરટેન્શન થવાની વધુ આશંકા રહે છે. જો વધુ દિવસો સુધી આવી સ્થિતિમાં માણસ રહે તો તેને હાર્ટ એટેક આવી શકે છે. અથવા તો પછી સ્ટ્રોકનો હુમલો પણ થઈ શકે છે. આથી, ડૉક્ટર્સનું કહેવુ છે કે, યોગ્ય અને પૂરતી ઊંઘ લેવાના કારણે હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

મેદસ્વિતા, ડાયાબિટીસ જેવી મુશ્કેલીઓ વધે છે

ઓછું ઊંઘવાના કારણે અથવા યોગ્ય ઊંઘ ના લેવાના કારણે તમારા શરીરનું મેટાબોલિઝ્મ એટલે કે પાચન પ્રક્રિયા બગડે છે. એટલે કે અગ્નાશય જેને પૈંક્રિયાઝ કહેવાય છે, તે યોગ્યરીતે કામ નથી કરી શકતું. તેના કારણે મેદસ્વિતા વધવાની આશંકા વધી જાય છે. તમારું શરીર ઈન્સ્યુલિનનો વિરોધ કરવા માંડે છે. જો આવુ થાય તો તમારા શરીરમાં ટાઈપ-2 ડાયાબિટીસ થવાની આશંકા વધી જાય છે. ડાયાબિટીસ અને હાઈપરટેન્શન એકસાથે થઈ જાય તો તમારી મુશ્કેલીઓ વધી જશે.

ઈમ્યૂન સિસ્ટમ થઈ જાય છે નબળી

પૂરતી ઊંઘ ના લેવાના કારણે અથવા તો યોગ્યરીતે ના ઊંઘવાના કારણે શરીરની ઈમ્યૂન સિસ્ટમ નબળી થવા માંડે છે. જેને કારણે તમને સામાન્ય શરદી થવાનું જોખમ વધી જાય છે. કોરોનાકાળમાં શરદી થવી ખતરાની ઘંટી હોઈ શકે છે. આથી, તમારે તેનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાથે જ ઈમ્યૂન સિસ્ટમ ઘણી વેક્સીન અને દવાઓ પ્રમાણે કામ નથી કરી શકતી, જેને કારણે કોઈપણ બીમારીને દૂર કરવામાં વધુ સમય લાગે છે.

જીવન 12 ટકા નાનુ થઈ જશે

પૂરતી ઉંઘ ના લેવાના કારણે એટલે કે તમે દરરોજ રાત્રે છ કલાક કરતા ઓછી ઊંઘ લેતા હો, તો તમારું જીવન 12 ટકા નાનુ થઈ શકે છે. એટલે કે તમે સમય કરતા પહેલા મરી શકો છો. આ વાત એક સ્ટડીમાં સાબિત પણ થઈ છે. આથી, પ્રયત્ન કરો કે તમે 6થી 8 કલાકની વચ્ચે પોતાની ઊંઘ રાખો અને ગાઢ ઊંઘ લેવાનો પ્રયત્ન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp