બીજી લહેરમાં દર્દીને થઈ રહ્યો છે કોવિડ ન્યુમોનિયા, જાણો તેના લક્ષણો અને જોખમ

PC: amarujala.com

કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં કહેર વરસાવી રહી છે. દરરોજ પોઝિટિવ કેસની સંખ્યાની સાથે મોતનો આંકડો પણ મોટો થઈ રહ્યો છે. દેશની મોટી હોસ્પિટલોમાં ઑક્સિજનની અછત વર્તાઈ રહી છે. બેડની અછત વર્તાઈ રહી છે. ઑક્સિજન ન મળવાને કારણે ઘણા દર્દીઓના અકાળે મોત થયા છે. કોરોનાની બીજી લહેર-નવો સ્ટ્રેન જે દર્દીઓને પોતાના શિકાર બનાવી રહ્યો છે, એ દર્દીઓ કોવિડ ન્યુમોનિયાનો શિકાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

સામાન્ય રીતે કોવિડ ન્યુમોનિયા અને સામાન્ય ન્યુમોનિયા સમાન જ હોય છે. પણ જે લોકોને કોવિડ ન્યુમોનિયા થાય છે. એમના બંને ફેફસામાં ઈન્ફેક્શન લાગી જાય છે. જ્યારે સામાન્ય ન્યુમોનિયામાં દર્દીને મોટાભાગે એક જ ફેફસામાં ઈન્ફેક્શન લાગે છે. કોવિડ ન્યુમોનિયાની ઓળખ ડૉક્ટર સિટી સ્કેન અને એક્સ-રેની મદદથી કરી લે છે. કોવિડ ન્યુમોનિયાના લક્ષણ સામાન્ય ન્યુમોનિયા જેવા જ હોય છે. જેમાં તાવ, ઠંડી લાગવી અથવા ગળામાં ખરાશ થવી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુઃખાવો આ ઉપરાંત, શરીરમાં નબળાઈ લાગે છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી એ સૌથી ગંભીર લક્ષણ છે. ચહેરાનો રંગ બદલવા લાગે અથવા હૃદયમાં ફેરફાર થતો જણાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કોવિડ ન્યુમોનિયા થવાનું જોખમ સૌથી વધારે એ લોકો પર છે જેમની ઉંમર વધારે છે અથવા 65 વર્ષથી વધારે છે. મેડિકલ સ્ટોફ થવાની શક્યતા વધારે હોય છે. જે વ્યક્તિ ફેફસાની બીમારીથી પીડિત છે, અસ્થમા અથવા દિલની બીમારીથી પીડિત છે, લીવર તેમજ ડાયાબિટીસના દર્દીઓ, કેન્સરના દર્દીઓ તેમજ એઈડ્સ પીડિત તથા મેદસ્વીતા ધરાવતા લોકોમાં એનુ જોખમ સૌથી વધારે છે. આ ઉપરાંત જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે એમના ઉપર પણ આ જોખમ છે.

કોવિડ ન્યુમોનિયાથી બચવા માટે વારંવાર હાથ ધોવા જોઈએ. સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ. રોગપ્રતિકારક શક્તિ વધે એવો ખોરાક લેવો જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ. જો કોઈ બીમારી અંગે આશંકા લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તબીબો પણ કહે છે કે, કોવિડ પીડિત વ્યક્તિને બીજી લહેરમાં ફેફસા ઝડપથી ચેપની ચપેટમાં આવી જાય છે. શરૂઆતના તબક્કે જ જો ધ્યાન રાખવામાં આવે તો એનાથી બચી પણ શકાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp