સૈફની સારવાર પાછળ 36 લાખ બીલ, લોકોના ગજવા પર અસર કેવી રીતે પડશે?

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયો અને તેને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. 5 દિવસ સારવાર પછી સૈફને રજા મળ ગઇ છે, પરંતુ આ 5 દિવસમાં સારવારનું બિલ 35.95 લાખ રૂપિયા આવી ગયું છે, જેને કારણે હોસ્પિટલ બહારના તબીબોના ભવા વંકાયા છે.
મુંબઇના હાર્ટ સ્પેશિયાલીસ્ટ પ્રશાંત મિશ્રાએ કહ્યું કે, છરીના ઘા માટે આટલું તોતિંગ બીલ? જેમાં 5 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે?
સૈફ અલી ખાનનો મેડીકલ ક્લેઇમ હતો એટલે તેની રકમ મંજૂર થઇ ગઇ છે. સામાન્ય લોકોની નાની ક્લેઇમની રકમ માટે ઠાગાઠૈયા કરતી આ વીમા કંપનીઓ મોટી રકમ ચૂકવી દે છે. જેને કારણે તેમની ચૂકવણી વધવાથી પ્રિમિયમમાં વધારો કરી દે છે અને તેનો બોઝ મધ્યમ વર્ગના લોકોએ ઉઠાવવા પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp