સેક્સુઅલ હેલ્થ પર પાર્ટનરની સાથે વાત કરતા ડરે છે લોકો, નવી સ્ટડીમાં થયો ખુલાસો

PC: allrelationshipmatters.com.au

સેક્સુઅલ હેલ્થ પર પોતાના પાર્ટનરની સાથે વાત કરતા મોટાભાગના લોકો થોડો ખચકાટ અનુભવતા હોય છે. ખાસ કરીને નવા પાર્ટનરની સાથે આ વિષય પર વાત કરવું થોડું અજીબ લાગે છે. 21મી સદીના સમયમાં પણ લોકો તેને ખોટું સમજે છે અને શરમ અનુભવે છે. પરંતુ, આવું અનુભવતા તમે દુનિયામાં એકમાત્ર વ્યક્તિ નથી. દુનિયામાં ઘણા બધા લોકો એવા છે, જે આ બાબતે વાત કરતા શરમ અને ખચકાટ અનુભવે છે. હાલમાં જ Badoo નામની એક ડેટિંગ એપ દ્વારા ભેગા કરવામાં આવેલા આંકડા જણાવે છે કે, 52 ટકા લોકો પોતાના પાર્ટનરની સાથે સેક્સુઅલ હેલ્થ પર વાત કરવામાં ખચકાટ અનુભવે છે. ચિંતાની વાત એ છે કે, પાંચમાંથી એક વ્યક્તિએ અસુરક્ષિત શારીરિક સંબંધ પણ બનાવ્યા, કારણ કે તેઓ મૂડ ખરાબ થવાના ડરથી આ વિષય પર વાત કરતા ગભરાતા હતા.

આંકડા જણાવે છે કે, સેક્સુઅલ હેલ્થ પર વાતચીત કરવા દરમિયાન થોડું અજુગતુ લાગવું એકદમ સામાન્ય છે. સર્વેમાં ભાગ લેનારા અડધા કરતા વધુ લોકો એ વાતથી ચિંતિત હતા કે સેક્સુઅલ હેલ્થ વિશે વાત કરવાથી લોકો તેમને જજ કરવા માંડશે. આથી, ઘણા લોકો તેના પર વાત કરવાથી બચે છે. તેને ધ્યાનમાં રાખીને ડેટિંગ એપ પર સિંગલ લોકો માટે વર્લ્ડ સેક્સુઅલ હેલ્થ ડેના અવસર પર એક એસટીઆઈ ટેસ્ટ પણ બુક કરવામાં આવ્યો. એક્સપર્ટને આશા છે કે, તેને કારણે લોકોમાં વધી રહેલી ચિંતા ઓછી થશે.

તે લોકોને સામાન્ય સેક્સુઅલ હેલ્થ ચેકઅપ કરાવવા માટે પણ પ્રેરિત કરશે. Badoo એપ અનુસાર, સેક્સુઅલ હેલ્થના વિષય પર ખુલીને વાત કરવી 63 ટકા લોકોને જ આકર્ષક લાગે છે. ત્રણમાંથી એક ડેટર્સે એ કબૂલ કર્યું કે, મહામારી દરમિયાન તેઓ પોતાના પાર્ટનરની સાથે વધુ ઓપન રહ્યા અને તેમણે સેક્સુઅલ હેલ્થ પર પહેલાની સરખામણીમાં વધુ ખુલીને વાતચીત કરી. જ્યારે એક ચતૃથાંશ લોકો એવા પણ મળ્યા જે સ્વાસ્થ્યનું જોખમ વધારનારી પરિસ્થિતિઓમાં આવવાથી બચે છે.

સેક્સુઅલ રિલેશનશિપ વિશે પાંચમાંથી બે લોકોનું કહેવુ હતું કે, રિલેશનશિપના શરૂઆતી સ્ટેજની સરખામણીમાં તેમણે વધુ ઈમાનદારીથી સંબંધ નિભાવ્યો છે. જોકે, એક તૃતિયાંશ હજુ પણ વાત શરૂ થતા પહેલા માહોલ ગંભીર થવાની રાહ જુએ છે. સેક્સ એજ્યુકેટર અમલ્માજ ઓહેન કહે છે, સેક્સુઅલ હેલ્થ પર મોટાભાગના લોકોને પોતાના પાર્ટનર સાથે વાત કરવામાં શરમ આવે છે. પરંતુ, આપણે એ સમજવુ પડશે કે પાર્ટનરની સાથે સેક્સુઅલ હેલ્થ પર વાત કરવી લોકો માટે કેટલી જરૂરી બની ગઈ છે. પોતાના પાર્ટનરની સાથે સેક્સુઅલ હેલ્થના વિષય પર ખુલીને વાત કરવાથી ઘણા ગંભીર જોખમો ઘટાડી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp