ટીનેજર્સમાં જરૂરી છે ત્વચાની દેખભાળ, આ ટીપ્સ અપનાવી દેખાવો સુંદર

PC: themuse.com

કોલેજમાં આવતાની સાથે જ છોકરીઓ વિવિધ પ્રકારની સ્ટાઈલ અને નવા એક્સપરીમેન્ટ કરવાની સાથે કોલેજમાં સુંદર દેખાવા માગતી હોય છે. કોલેજમાં સારા દેખાવું હોય તો તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય નહીં તો ઘણી વખત સારા દેખાવાના ચક્કરમાં ઘણા લોકો પોતાનો મજાક બનાવી દેતા હોય છે. આજે એવી જ કેટલીક ટીપ્સ અંગે વાત કરવાના છે જે તમને કોલેજમાં સુદર દેખાવવાની સાથે તમારામાં આત્મવિશ્વાસ પણ જગાવશે.

ટીનએજ લાઈફ ઘણી નાજુક હોય છે. આ ઉંમરમાં છોકરીઓના હોર્મોન્સમાં બદલાવ થવાની સાથે ચેહરા પર પીંપલ્સ અને સ્કીન ઓઈલી થઈ જાય છે, જેના લીધે ઘણી વખત શર્મિંદા થવું પડે છે. તેવામાં આ ઉંમરે ત્વચાની સૌથી વધુ દેખભાળ રાખવી જરૂરી છે.  તો આજે એવી જ કેટલીક ટીપ્સ આપશું જેનાથી તમે તમારી સ્કીન પ્રોબ્લેમથી છૂટકારો મેળવી શકશો.

ઓઈલી સ્કીન

ટીનએજર સમય દરમિયાન મોટેભાગે દરેકને ઓઈલી સ્કીનની સમસ્યા એકવખત તો ઉદ્દભવતી જ હોય છે. જો તમારી સ્કીન ઓઈલી થઈ જાય તો ગભરાવવાની જરૂર નથી. જ્યારે પણ કોલેજ થવા કશે ફરવા જવા માટે તૈયાર થઈ રહ્યા હોવ ત્યારે તમારા મેકઅપ સાથે ફેસ પાવડરનો ઉપયોગ જરૂરથી કરો. આ તમારા કોમ્પ્લેક્શન નિખારવાની સાથે સાથે સ્કીનને સ્મૂથ ટચ આપે છે અને લાંબા સમય સુધી ચહેરાને ઓઈલી થતો અટકાવી શકશો.

પીંપલ્સ

ટીનએજ ઉમંરમાં છોકરીઓને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને તેમના હોર્મોનલ બેલેન્સમાં બદલાવ આવતા તેમના ચેહરા પર ખીલ અથવા તો પીંપલ્સ આવી જતા હોય છે. જેને લીધે તેમનો ચહેરો ખરાબ લાગે છે. પીંપલ્સની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે સવારે-સાંજે ચહેરાને સારી રીતે ધોવો જોઈએ અને જો મેકઅપ કર્યો હોય તો તેને પહેલા મેકઅપ રીમૂવરથી કાઢી નાખવો જોઈએ. રોજ સવારે બ્રશ કરતા પહેલા ચહેરા પર મધ ને હળદરનું પેક લગાવવું જોઈએ, જે તમને પીંપલ્સની સમસ્યામાંથી છૂટકારો અપાવશે. આ સિવાય તમારા ખાન-પાનમાં પણ કાળજી રાખવી જોઈએ.

કન્સીલર

જેવી રીતે તમે તમારી બેસ્ટ ફ્રેન્ડની કમી, ખરાબ આદતોને છૂપાવો છો તેવી જ રીતે કન્સીલર તમારા ચહાર પરના ધાગ-ધબ્બાને, પીંપલ્સને છૂપાવે છે. આથી તમારે તમારા ચહેરાના શેડ પ્રમાણેનું કન્સીલર લગાડવું જોઈએ. કોઈ ખાસ પ્રસંગ સિવાય રોજ તમે કોલેજમાં માત્ર કન્સીલર લગાડીને પણ જઈ શકો છો. તે વખતે ફાઉન્ડેશન લગાડવાની જરૂર પડતી નથી. નહીં તો તમારા ચહેરા પર ઘણો વધારે પડતા મેકઅપના થપ્પા લાગશે.

સુંદર લુક

સુંદર લુક મેળવવા માટે તમારે આઈ અને લીપ્સના મેકઅપ પર પૂરતુ ધ્યાન આપવું પડશે. પાર્ટી અથવા પ્રસંગને અનુરૂપ મેકઅપ, મસ્કરા, આઈલાઈનરનો ઉપયોગ કરો, કેટ આઈ મેકઅપ આજકાલ ટ્રેન્ડમાં છે. કોલેજ જતી વખતે તમે માત્ર આઈ લાઈનર પણ કરીને જશો તો તે તમને સિમ્પલ પંરતુ રીચ લુક આપશે.

      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp