બૂલેટ લઈને ફરતા હોવ તો આ સમાચાર વાંચી લેજો, ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ

PC: https://www.facebook.com/watch/?v=445606294116386

સમગ્ર રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં દરરોજ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. આ અકસ્માતમાં કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે અને કેટલાક લોકો ગંભીર ઇજા પણ પામે છે. ત્યારે હાલ આ દેખાદેખીના યુગમાં કેટલાક યુવાનો બેફામ રીતે ફૂલ સ્પીડમાં ગાડી હંકારે છે અને એમાં પણ ઘણા તો ચાલુ ગાડીએ પોતાના અને રસ્તા પર ગાડી હંકારતા અન્ય રાહદારીઓના જીવને જોખમમાં મૂકીને સ્ટંટ પણ કરતાં હોય છે. છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં બુલેટનો ક્રેઝ મોટી માત્રામાં જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક યુવાનો રાહદારીઓને આકર્ષિત કરવા માટે બુલેટ ફૂલ સ્પીડમાં ચલાવતા હોય છે અને સાથે જ બુલેટના સાયલેન્સરને મોડીફાઈ કરી ધ્વનિ પ્રદુષણ પણ ફેલાવે છે. ત્યારે આવા  બુલેટ ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે સ્પેશ્યલ ડ્રાઈવ યોજીને એક મહિનામાં 35થી વધુ બુલેટ ડિટેન કર્યા છે.

બુલેટનુ સાયલેન્શર ખૂબ જ ઘોઘાટ કરતું હોય છે. જ્યારે કોઈ વ્યકિત બુલેટ લઈને નીકળે ત્યારે સાયલેન્શરનો ખૂબ જ અવાજ આવતો હોય છે. જેના કારણે ન્યૂસન્સ પણ થતું હોય છે. સાયલેન્શરના ઘોઘાટીયા અવાજના કારણે રસ્તા પરથી પસાર થતાં લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સાથે જ આ વિસ્ફોટક અવાજના કારણે જે વ્યકિત બુલેટ લઈને નીકળતાં હોય છે તેને જોઈ અન્ય વાહન ચાલકોનું ડ્રાઇવિંગ માંથી ધ્યાન વિચલિત થવાની શકયાઓ પણ વધી જાય છે, જેને પગલે અકસ્માતની સંભાવનાઓ પણ વધી જાય છે. ત્યારે વડોદરા શહેરમાં બુલેટના સાયલેન્સરને મોડીફાઈ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવતાં બુલેટ ચાલકોની શાન ઠેકાણે લાવવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે સ્પેશ્યલ ડ્રાઈવ યોજી આવા બુલેટચાલકોને ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરી હતી.

આમ ધ્વનિ પ્રદૂષણને કંટ્રોલમાં લેવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આ સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર આ બુલેટના આ ઘોંઘાટિયા અવાજના કારણે હાર્ટના અને BPના દર્દીઓ ગભરાઈ જતાં હોય છે દઘાઈ જતાં હોય છે. આથી લોકોના સ્વાસ્થયયને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વડોદરાના કાલાઘોડા સર્કલ ખાતે પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 1 મહિનાથી આ ડ્રાઈવ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, અણગમતા કર્કશ અવાજની આપણા શરીર પર સીધી અસર પડે છે જેમાં, આપણી શ્રવણ શક્તિને કાયમી કે કામ ચલાઉ ધોરણે નુકસાન થઈ શકે છે. શ્રવણ શક્તિ, સિવાય ઘોંઘાટની થતી પ્રતિકૂળ અસરોમાં હૃદયરોગની બિમારી, ચિંતા, માનસિક તાણ અને ઉંઘમાં ખલેલનો પણ સમાવેશ થાય છે. નોંધવામાં આવેલી ઘોંઘાટની શારીરિક અસરોમાં એકાગ્રતા ગુમાવવી, યાદશક્તિ ગુમાવવી તેમજ બાળકોના શિક્ષણ ઉપર પ્રતિકૂળ અસરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માથાનો દુઃખાવો, અનિંદ્રા તેમજ પાચન શક્તિના અભાવ માટે પણ ઘોંઘાટના પ્રદૂષણને કારણભૂત ગણવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp