ખિસ્સામાં મોબાઈલ ફોન રાખનારા ચેતી જજો, પ્રજનન પર પડી શકે છે અસર

PC: hearstapps.com

તમારા ગજવામાં રહેલ કોઈપણ સાઈઝનો ફોન ભલે થોડી માત્રામાં પણ રેડિએશન તો બહાર કાઢે જ છે અને તે ઈનફર્ટિલિટીનું કારણ બની શકે છે. આ અંગે પહેલાથી ઘણી ચર્ચાઓ છે કે હાઈ SAC (સ્પેસિફિક અબ્ઝોર્પ્શન રેટ) વેલ્યૂવાળા બોડીને સેલ્યુલર લેવલ પર નુકસાન પહોંચે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે તમે પોતાના ફોન પર કલાકો સુધી વાત કરતા હો. પરંતુ એ વિષય પર વધુ ધ્યાન આપવામાં નથી આવ્યુ કે, સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિયેશનને કારણે સ્પર્મને પણ નુકસાન પહોંચે છે.

હાલ, આ એ વાત અંગે કોઈ સહમતિ નથી કે, સ્માર્ટફોન કેન્સરનું કારણ બને છે કે નહીં. આ અંગે  નું કહેવુ છે કે, કોઈ નિર્ણાયક પ્રમાણ પણ નથી અને અમેરિકા તેમજ યુરોપીય રેગુલેટર્સનું પણ આ જ મંતવ્ય છે. જોકે, રિસર્ચર્સનું માનવુ છે કે, ફોનમાંથી નીકળતા રેડિએશન સ્પર્મ માટે નુકસાનકારક છે અને તે ઈનફર્ટિલિટીનું કારણ બની શકે છે. સ્પર્મ કાઉન્ટ પર સેલ ફોન રેડિએશનના પ્રભાવોને નિર્ધારિત કરવા માટે ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે.

સેન્ટ્રલ યૂરોપિયન જર્નલ ઓફ યુરોલોજીમાં 2014માં કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યુ હતુ કે, જે પુરુષોએ પોતાના ફોનને લાંબા સમય સુધી સામેના પોકેટમાં રાખ્યો હતો, તેમના સ્પર્મની સંખ્યા ઓછી હતી અને DNA ફેગમેન્ટેશનની સાથે સ્પર્મ સેલ્સની સંખ્યા વધુ હતી. શોધના પરિણામો અનુસાર, એવા પુરુષો જે પિતા બનવા માટે પોતાને તૈયાર કરી રહ્યા છે, ખાસ કરીને જ્યારે તેમને ફર્ટિલિટીની સમસ્યા છે, તો તેમણે ટ્રાઉઝરના ગજવામાં લાંબા સમય સુધી મોબાઈલ ફોન ન રાખવો જોઈએ.

એક રિસર્ચ અનુસાર, ફર્ટિલિટી પ્રમાણે મહિલાઓની સરખામણીમાં પુરુષોને રેડિએશનની અસર વધુ થાય છે. એવા આવુ સ્પર્મ અને ઓવપીના લોકેશનને કારણે થાય છે. ઓવરી મહિલાઓના શરીરમાં અંદરની તરફ હોય છે, જ્યાં સુધી રેડિએશન સરળતાથી પહોંચી નથી શકતું. તો બીજી તરફ પુરુષોના શરીરમાં સ્પર્મ સેલ્સ ટેસ્ટિસમાં હોય છે, જે બોડીની બહાર હોય છે. એવામાં રેડિએશનની અસર મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં વધુ ઝડપી થાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp