સુરત રક્તદાન કેન્દ્રે શરૂ કરી સ્ટેમસેલ બેંક, 80થી વધુ રોગોમાં મદદરૂપ થશે

PC: khabarchhe.com

સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર, છેલ્લા 43 વર્ષોથી ‘‘માનવસેવા એ જ પ્રભુસેવા’’ના સૂત્રને સાર્થક કરતું રક્તદાન તથા તેની સંલગ્ન પ્રવૃતિઓ સુરત તથા આસપાસની ગ્રામ્ય જનતાની સેવામાં કાર્યરત છે. ‘‘કોર્ડ બ્લક સ્ટેમ સેલ બેંક’’ની તા. 12 જાન્યુઆરીથી ખટોદરા સેન્ટર ખાતે શુભ શરૂઆત કરી છે.

પત્રકાર પરિષદમાં અપાયેલી જાણકારી મુજબ ભવિષ્યમાં હંમેશા સમાજને કંઇ ઉપયોગી આપવાના હેતુથી કાર્યરત એવી આ સંસ્થાની ઉપલબ્ધીઓમાં એક નવા અધ્યાયની શરૂઆત થઇ રહી છે. વેસ્ટર્ન ઇન્ડિયાની સૌ પ્રથમ અત્યાધુનિક સાધન સામગ્રીઓથી સુસજ્જ લેબ કે જેમાં સૌપ્રથમ વખત સેપેક્ષ-૨ મશીનથી નવજાત શિશુના કોર્ડ બ્લડ પ્રોસેસ કરવાની તથા દીર્ઘકાળ સુધી સાચવવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

કોર્ડ બ્લક સ્ટેમ સેલ બેંક સેલ્યુરન્સ’’નો શુભારંભ કરવામા આવી રહયો છે. જેના ઉપયોગથી અસાધ્ય રોગો જેવા કે રક્તને લગતા કેન્સર, આનુવંશિક રોગો જેવા કે થેલેસીમીયા, સીકલસેલ એનીમીયા તથા ડાયાબીટીસ,અલ્ઝાઇમર્સ, પાર્કીન્સન, કરોડરજ્જુને લગતા રોગો, આવા લગભગ 80 થી વધુ રોગોની સારવાર હવે સુરતમાં આ સ્ટેમસેલ થેરાપી થકી થવાની શકયતા ઉભી થશે. પત્રકાર પરિષદ ડો. પ્રદિપ દેસાઇ (ફાઉન્ડર ટ્રસ્ટી અને ભુતપૂર્વ પ્રમુખ), શ્રી રાજેશ ચોખાવાલા (ઉપપ્રમુખ), ર્ડા. કિરણ શાહ (પ્રમુખ), ર્ડા. નરેન્દ્ર વસાવડા (સીઇઓ), ર્ડા. સુમીત ભરડવા (ડીરેકટર) તથા શ્રી પરિમલભાઇ વ્યાસ (વહિવટી અધિકારી) અને નિતેશ મહેતા (પીઆરઓ) હાજર રહ્ના હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp