આ રીતે રાખો તમારા પેટનું ધ્યાન, આ વસ્તુઓ પેટને બીમારીઓથી રાખશે દૂર

PC: innovativegyn.com

પેટમાં ગડબડ થવાથી અનેક પ્રકારની બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. કેટલીક વાર તો ખબર પણ નથી પડતી અને સમસ્યા ગંભીર થઈ જાય છે. તેવામાં પેટ ખરાબ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમારું પેટ ખરાબ રહેતું હશે તો તમે હંમેશા અસ્વસ્થ મહેસૂસ કરશો કેમ કે આપણું સ્વાસ્થ્ય પેટ સાથે જોડાયેલું છે.

જો પેટ ખરાબ હોય તો તે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો બહાર જમવા જાય છે પણ એ લોકોને ખબર પણ નથી હોતી કે તમારા સ્વાસ્થ્ય પર તેની શું અસર થશે થઈ શકે એનાથી તમે બીમારી પણ થઈ શકો છો. કેટલીક વાર લોકો સ્વાદના ચક્કરમાં બહારનું વધારે ખાતા હોય છે. કેટલીક વાર વધારે દવા લેવાથી, મિનરલ્સની કમી, તનાવ જેવા વગેરે કારણો તમારા પાચન તંત્રના બેક્ટીરિયા પેટનું સતુંલન બગાડી શકે છે. એટલાં માટે ધ્યાન રાખવું કે પેટ સારું હશે ત્યારે શરીર પણ સ્વસ્થ રહેશે. તેથી પેટ ખરાબ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું.

આ ઘરેલૂ નુસ્ખાઓ પેટને દરેક સમસ્યાથી દૂર રાખશે

આંતરડાની સમસ્યા

શરીરની ઈમ્યૂનિટી કમજોર થઈ જવાના કારણે ઘણી વખત આંતરડામાં ખરાબ બેક્ટીરિયા જમા થવા લાગે છે. તેવામાં નાના આંતરડામાં સમસ્યા થાય છે જેના કારણે શરીરમાં ઘણી સમસ્યા થાય છે.

પેટ ખરાબ થઈ જાય ત્યારે

- પેટમાં ખરાબી થવાના કારણે શરીરમાં ઘણી બીમારીઓ થાય છે, જે તમારા માટે હંમેશા સમસ્યા બની શકે છે અને ધીમે ધીમે સ્વાસ્થય ખરાબ થવા લાગે છે.
- પેટ ખરાબ હોવાથી ાના આંતરડામાં રહેલા બેક્ટીરિયા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે. જેના લીધે હૃદયની બીમારીનો ખતરો વધી જાય છે.
- જો પેટમાં સમસ્યા રહેતી હોય તો તેની અસર તમારી ત્વચા પર દેખાવા લાગે છે. ખંજવાળ અને મોઢામાં ચાંદા પડવા જેવી સમસ્યા થવા લાગે છે.
- આંતરડામાં ખરાબ બેક્ટરિયા જમા થવાને કારણે શરીરમાં ન્યૂટ્રિંયન્સ બરાબર રીતે નથી મળતું તેવામાં વજન ઘટવા લાગે છે.

સવારે ખાલી પેટ લસણ ખાવાથી થાય છે 5 ફાયદા

પેટ ખરાબ થવાને લીધે તેની સૌથી ખરાબ અસર આપણી રોગપ્રતિકારક શક્તિ પર થાય છે. પ્રતિરોધક ક્ષમતા નબળી પડી જવાથી કોઈ પણ બીમારી શરીરમાં ઘર કરી લે છે. કમજોર રોગપ્રતિકાર ક્ષમતાને લીધે ઘણી ગંભીર બીમારીઓ થાય છે. કબજિયાતની બહુ મોટી સમસ્યા છે જેની અસપ આપણી પાચન ક્રિયા પર થાય છે. યોગ્ય રીતે ખાવાનું ન પચવાને લીધે તમારું પાચન તંત્ર ખરાબ થઈ જાય છે, જેના લીધે શરીરને જરૂરી પોષણ નથી મળતું.

ભરપૂર પાણી પીવું

પેટ ખરાબ થવાને લીધે શરીરમાં પાણીની ઉણપ ઉભી થાય છે. તેવામાં પ્રયત્ન કરવો રે વધારેમાં વધારે પાણી પીવું. આવી સ્થિતિમાં તમે ફ્રૂટનો જ્યૂસ અને શાકભાજીનો જ્યૂસ પણ લઈ શકો છો. તેમજ તમે પાણીમાં લવીંગ નાંખીને પણ પી શકો છો. તમે ઈચ્છો તો પાણી, મીઠું, ખાંડને મિક્સ કરીને પી શકો છો અથવા નારિયેળ પાણી પણ લઈ શકો છો.

દહીં

પેટમાં દુઃખાવો થતો હોય તો દહીં બહુ ફાયદાકારક છે. દહીમાં રહેલા બેક્ટેરિયાને સંતુલન જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ છે જેના લીધે પેટની સમસ્યા દૂર થઈ જાય છે. તેમજ પેટમાં ઠંડક રહે છે.

આદુ

પેટમાં ગડબડ થઈ હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે આદુ રામબાણ ઈલાજ છે. તેમાં એન્ટીફંગલ અને એન્ટી બેક્ટીરિયલ ભરપૂર પ્રમાણ હોય છે જે પેટનાં દુઃખાવામાં રાહત આપે છે. એક ચમચી આદુના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.

પુદીનો

પુદીનો એક રામબાણ ઈલાજ છે. શિયાળામાં તેનો ઉપયોગ કરવાથી પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે.

જીરું

જો તમને વાંરવાર ઝાડા થતા હોય તો એક ચમચી જીરું ચાવીને ખાવું. જીરુ દેરકનાં ઘરમાં હોય છે અને ખાવાનો સ્વાદ વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે તે ઝાડામાં પણ ફાયદાકારક છે. જીરું ખાતી વખતે સાથે પાણી પીવાથી ઝાડાની સમસ્યામાંથી હંમેશા માટે છૂટકારો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp