કેન્સર માટે જવાબદાર છે આ બે મોટા કારણો, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

PC: nbcnews.com

કેન્સરને સૌથી ઘાતક બીમારીઓમાંથી એક માનવામાં આવે છે. કોઈપણ પરિવારનું કોઈ સભ્ય જો આ બીમારીની ચપેટમાં આવી જાય તો દર્દીની સાથોસાથ તેના પરિવારજનોની પણ હાલત કફોડી થઈ જાય છે. કેન્સરની સારવાર માટે મોટી રકમ ખર્ચવી પડે છે. આ ઘાતક બીમારીમાંથી બહાર આવવા માટે લોકો પોતાની જીવનભરની જમાપૂંજી ખર્ચી નાંખે છે. હવે આ બધા વચ્ચે, અમેરિકાની એક સંસ્થાએ કેન્સર પર સંશોધન કર્યું છે, જેમા ધૂમ્રપાન અને વૃદ્ધાવસ્થાને કેન્સરના સૌથી મહત્ત્વપૂર્ણ જોખમ કારક ગણાવવામાં આવ્યા છે.

અમેરિકન કેન્સર સોસાયટી (ACS)ના વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર, ધૂમ્રપાન અને વૃદ્ધાવસ્થા પણ કેન્સરના સૌથી મહત્ત્વપૂર્ણ જોખમકારક છે. સ્ટડીના નિષ્કર્ષ કેન્સર પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેમા જાણવા મળ્યું છે કે, ધૂમ્રપાન ઉપરાંત, ચિકિત્સકોએ શરીરની વધુ પડતી મેદસ્વિતા, ફેમિલી હિસ્ટ્રી પર વિચાર કરવો જોઈએ. અમેરિકન કેન્સર સોસાયટીમાં જનસંખ્યા વિજ્ઞાનની વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને અધ્યયનની પ્રમુખ લેખક ડૉ. અલ્પા પટેલે કહ્યું હતું કે, એકલ કેન્સર પ્રકાશ-વિશિષ્ટ સ્ક્રીનિંગ અનુસંસ્થાન તેના વિશિષ્ટ પ્રકારના કેન્સરના જોખમકારકો પર આધારિત હોય છે. અમારા નિષ્કર્ષ ઉત્સાહજનક છે કારણ કે, અમે સામાન્ય આબાદીમાં ઉપસમૂહોને પરિભાષિત કરવા માટે કામ કરી રહ્યા છીએ, જે કેન્સરની તપાસ અને તેને અટકાવવા સાથે લાભાન્વિત બની શકે છે.

સ્ટડી માટે શોધકર્તાઓએ અમેરિકામાં 429991 પ્રતિભાગીઓનું વિશ્લેષણ અધ્યયન કર્યું, જેમા કેન્સરની પહેલાની કોઈ હિસ્ટ્રી નહોતી. પરિણામો પરથી જાણવા મળ્યું હતું કે, નામાંકનના પાંચ વર્ષોની અંદર આ ભાગ લેનારાઓમાં 15226 આક્રામક કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું. મહિલાઓમાં બોડી માસ ઈન્ડેક્સ (BMI), ટાઈપ 2 ડાયાબિટીસ, હિસ્ટેરેક્ટોમી, કેન્સરનો પારિવારિક ઈતિહાસ, હાઈ બ્લડ પ્રેશર, ટ્યૂબલ બંધન અને શારીરિક નિષ્ક્રિયતા પણ કેન્સરના જોખમો સાથે સંકળાયેલા હતા.

ડૉ. અલ્પા પટેલે કહ્યું કે, જેમ કે આપણે એ સંભાવના પર વિચાર કરીએ છીએ કે ભવિષ્યના પરીક્ષણ ઘણા પ્રકારના કેન્સરની ઓળખ કરવામાં સક્ષમ હોઈ શકે છે. આપણે એ સમજવાનું શરૂ કરવું પડશે કે કોઈપણ પ્રકારના કેન્સરના વિકાસ માટે સૌથી વધુ જોખમકારક કોણ છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના ડેટા વ્યાપક રીતે ઉપલબ્ધ નથી પરંતુ, ભવિષ્યના સ્ક્રીનિંગ વિકલ્પોને સૂચિત કરવા માટે આવશ્યક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp