સૌંદર્ય પ્રસાધનોમાં મળી આવ્યા ખતરનાક સુપરબગ

PC: stylecraze.com

ઘણા પ્રકારના સૌંદર્ય પ્રસાધનો જેવા કે બ્યૂટી બ્લેન્ડર, મસ્કરા અને લિપ ગ્લોઝમાં પ્રાણઘાતક સુપરબગનું સંક્રમણ મળી આવ્યું છે. અમેરિકામાં હાલમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સંશોધકોએ આ ચેતવણી આપી છે. અમેરિકાની એસ્ટન યુનિવર્સિટીના પ્રમુખ શોધકર્તા અમરીન બશીરે કહ્યું કે, યુકેમાં દરરોજ લાખો લોકો સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે. આ ઉત્પાદનો સંભવિત ઘાતક બેક્ટેરિયા જેવા કે, ઈ. કોલી અને સ્ટેફિલોકોકીથી સંક્રમિત હોય છે કારણ કે, તેમને સાફ કરવામાં નથી આવતા અને મોટાભાગનો સમય એક્સપાયરી ડેટ બાદ પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

જર્નલ ઓફ અપ્લાઈડ માઈક્રોબાયોલોજીમાં પ્રકાશિત શોધ અનુસાર, 10માંથી 9 સૌંદર્ય ઉત્પાદનોમાં એવા બેક્ટેરિયા મળી આવ્યા છે, જે ત્વચામાં સંક્રમણ પેદા કરી શકે છે અને તેને કારણે લોહી પણ અશુદ્ધ થઈ શકે છે. આ ઉત્પાદનોને આંખ, મોઢા અને વાગેલા સ્થાનો પર ઉપયોગ કરવાને કારણે સંક્રમણ ઝડપથી ફેલાય છે. આ ઉત્પાદનોથી સૌથી વધુ એ લોકોને જોખમ હોય છે, જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર, નવા બ્યૂટી બ્લેન્ડર એટલે કે મેકઅપ ઉત્પાદનોને ચહેરા પર લગાવવા માટે ઉપયોગમાં લેવાતા સ્પોન્ઝમાં સૌથી વધુ માત્રામાં બેક્ટેરિયા મળી આવ્યા છે. 93 ટકા બ્યૂટી બ્લેન્ડરને મેકઅપ કરતી વખતે સાફ કરવામાં આવતા નથી, જેને કારણે તેમાંથી ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા હતા. 64 ટકા બ્લેન્ડર મેકઅપ કરતી વખતે ઘણીવાર જમીન પર પડી જતા હોય છે. આ સ્પોન્ઝનો ઉપયોગ ચહેરા પર ફાઉન્ડેશન લગાવવા અને ચહેરાને કૉન્ટયૂર કરવા માટે કરવામાં આવે છે.

સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, આ બ્યૂટી બ્લેન્ડરને મોટાભાગે ભીના જ છોડી દેવામાં આવે છે, જેને કારણે તેમાં બેક્ટેરિયાનો પ્રસાર થાય છે. આમ, બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા બાદ તેને વ્યવસ્થિતરીતે સાફ કરી દેવા જોઈએ, જેથી બેક્ટેરિયાનો પ્રસાર ન થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp