ધનવંતરી રથ દ્વારા સુરત જિલ્લાના દોઢ લાખ લોકોને સ્થળ પર તપાસ કરી સારવાર અપાઈ

PC: Khabarchhe.com

કોરોના મહામારીની સામે લોકોમાં રોગપ્રતિકારકશક્તિ વધે અને લોકોની તંદુરસ્તી સારી રહે તે માટે સુરત જિલ્લામાં દરેક તાલુકાઓમાં કલેક્ટર ડૉ. ધવલ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હસમુખ ચૌધરીના નેતૃત્વ હેઠળ ધનવંતરી આરોગ્ય રથની મોબાઇલ સેવા કાર્યરત છે. દરેક તાલુકાઓના જિલ્લા કક્ષાના લાયઝન ઓફિસર, પ્રાંત અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ધનવંતરી આરોગ્ય રથનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

સુરત જિલ્લામાં કુલ 55 ધનવંતરી આરોગ્ય રથની મોબાઇલ સેવા માટે કુલ 55 ટીમો દ્વારા સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં આર.બી.એસ.કે. ડોક્ટર તથા ફાર્માસીસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કરની ટીમ હોય છે આ સાથે જે તે ગામના ફિમેલ હેલ્થ વર્કર તથા સી.એચ.ઓ. તેમજ આશા બહેનો પણ કામગીરીમાં સામેલ છે. જે તે ગામમાં આશા બહેનો દ્વારા આગલા દિવસે જ લોકોને ધનવંતરી આરોગ્ય રથ આવનાર છે તેની જાણ કરવામા આવે છે.

એલ.એન્ડ ટી, કલર ટેક્ષ, ક્રિભકો રસ્પેક્ટમ ડાયસ અને કેમિક્લ પ્રા.લિ., હિન્દુસ્તાન કેમિક્લ કુ. તથા સરકારી વાહનો દ્વારા ધનવંતરી આરોગ્ય રથ મોબાઇલ સેવા ગામે ગામ આપવામાં આવી રહી છે. ધનવંતરી આરોગ્ય રથ મોબાઇલ સેવાઓમાં કામરેજ તાલુકામાં 17, ચોર્યાસી તાલુકામાં નવ, માંગરોળ તાલુકામાં ચાર, પલસાણા તાલુકામાં સાત, ઉમરપાડામાં ત્રણ, ઓલપાડમાં નવ, માંડવીમાં ત્રણ, મહુવામાં બે અને બારડોલી તાલુકામાં 4 મળીને કુલ 55 જેટલા ધનવતરી રથો સુરત જિલ્લામા કાર્યરત છે.

 સુરત જિ્લલાની જનતાએ કોરોના મહામારીના ઘરઆંગણે નજીકના સ્થળે આરોગ્ય સવલત મળી રહે તે માટે ધનવતરી રથ સંજીવની બની રહ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 129 ગામોની 9 લાખથી વધુ વસ્તીને આરોગ્ય સેવા હેઠળ આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત, કુલ 1,51,પ06 લોકોને સ્થળ ઉપર જ પલ્સ ઓકસીમીટર દ્વારા SPO2 ચેક કરીને સ્થળ ઉપર ડોકટરી સારવાર આપવામાં આવે છે. જો 95થી SPO2 ઓછુ હોય તેવા દર્દીઓને તુરંત જ પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં પણ આવ્યા છે. ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ટી.બી.લેપ્રસી મેલેરીયા, ડેંગ્યુ,વીડંગનીચા જેવા ( વાહજ જન્ય રોગો) ઉપરાંત ફીવર સર્વેલન્સ, લેપ્ટોસ્પાયરીસીસ જેવી કામગીરી પણ કરવામાં આવી રહી છે હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હસમુખ ચૌધરીએ જણાવ્યું છે.

 લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારતો 17,839 લોકોને આર્યુવેદીક ઉકાળોનું સેવન, 28,080 લોકોને આર્યુવેદીક દવા સંમશનીવટી અને 8396 લોકોને હોમીયોપેથિક ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ધનવંતરીની દરેક ટીમ દ્વારા બેથી ત્રણ વિસ્તાર દરરોજ કવર કરવામાં આવે છે. આ કામગીરીમાં જે તે ગામના સરપંચો તેમજ લોક આગેવાનો અને કોરોના વોરીયર્સની પણ મદદ લેવામા આવે છે. અને સમગ્ર સુરત જિલ્લામાં ધનવંતરી આરોગ્ય રથ મોબાઇલ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને વધુમાં વધુ લોકો ધનવંતરી આરોગ્ય રથનો લાભ લે તે માટે સુરત જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

ધનવન્તરી રથ આજે ચોર્યાસી તાલુકાના વણકલા ગામે ધનવતંરી ટીમ દ્વારા આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. વણકલા વૈષ્ણવદેવી સોસાયટીના પ્રમુખ યશોધર દિક્ષિત જણાવે છે કે, રાજ્ય સરકારે લોકોને ઘરઆંગણે આરોગ્યની ચકાસણી કરે છે. ત્યારે લોકોએ પણ સહયોગ આપવો જોઈએ. લોકોમાં આશીર્વાદરૂપ સેવા છે.

 ડૉ.હિમાંશુ ગામીત જણાવે છે કે, પીપીકીટ પહેરીને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાય રહ્યો છે. લોકો પણ આરોગ્ય ચકાસણીમાં સહયોગી બન્યા છે. સ્થળ પણ સારવાર અપાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp