સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે દૂધવાળી ચાઃ રિપોર્ટ

PC: deraspringfield.com

ભારતમાં ખૂબ જ ઓછાં લોકો એવા છે, જેમની દિનચર્યા ચાની ચુસ્કી વિના શરૂ થાય છે. દેશના મોટાભાગના લોકો ચા પીવાનું પસંદ કરે છે. તેમને સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી ક્યારેય પણ ચા પીવાની આદત હોય છે. એ તો સૌ કોઈ જાણે છે કે, વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકાર છે, પરંતુ હાલના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, દૂધવાળી ચા ફાયદો ઓછો અને નુકસાન વધુ કરે છે. આથી, દૂધવાળી ચા પીવાને બદલે કાળી ચા પીવી જોઈએ, જે સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. નવા સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે, દૂધ વિનાની કાળી ચા કે પછી ગ્રીન ટી પીવાથી કેન્સર જેવી બીમારીઓ પણ દૂર રહે છે.

સંશોધન અનુસાર, ચા પીવાના ઘણા ફાયદાઓ છે. જેમ કે, હાર્ટ માટે તે સારી હોય છે. કેન્સરને અટકાવવામાં મદદગાર હોય છે. સીમિત માત્રામાં પીવાથી શરીરમાં બળતરાને ઓછી કરે છે. તેમાં બ્લડને શુદ્ધ કરનારું તત્વ હોય છે. તે પીધા બાદ માણસ આરામનો અનુભવ કરે છે, પરંતુ સંશોધકોનું કહેવું છે કે, તેમાં દૂધ મિક્સ કરીને પીવાથી આપણને ફાયદા કરતા વધુ નુકસાન થાય છે. કારણ કે ચામાં દૂધ મિક્સ કરવાથી તેની બાયોલોજિકલ એક્ટિવિટી બદલાઈ જાય છે. આથી સલાહ આપવામાં આવે છે કે, કાળી ચા પીવી જોઈએ. તેમજ વધુ પડતી ખાંડ પણ નુકાસનકારક હોય છે.

દૂધવાળી ચા પીવાથી થતા નુકસાન

કોફીની જેમ ચામાં પણ કેફિન હોય છે. વધુ પડતી ચા પીવાના નુકસાન તો છે જ. એક દિવસમાં બે કરતા વધુ દૂધવાળી ચા પીવાથી સ્લીપ ડિસઓર્ડર થાય છે. એટલે કે ઊંઘની પેટર્નમાં ગડબડ થાય છે. જેને ચાની સૌથી મોટી સાઈડ ઈફેક્ટ માનવામાં આવે છે. તેની અસર મેન્ટર હેલ્થ પર પડે છે અને વ્યક્તિ ચીડચીડિયું થવા માંડે છે. દૂધવાળી ચા વધુ પડતી પીવાથી ખીલની સમસ્યા થાય છે. તેમજ વધુ પડતી ચા પીવાથી કોન્સટિપેશનની બીમારી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp