26th January selfie contest
BazarBit

ગુજરાતમાં 400 કોલેજો માટે મેડિકલ યુનિવર્સિટી સ્થાપવા સરકારે તૈયારી શરૂ કરી

PC: youtube.com

ગુજરાત વિધાનસભામાં મેડિકલ યુનિવર્સિટીની જાહેરાત કરાશે. દરેક રાજયોમાં સ્વતંત્ર મેડિકલ યુનિવર્સિટી હોવી ફરજિયાત છે. ગુજરાતમાં હજુસુધી આવી કોઇ મેડિકલ યુનિવર્સિટી હયાત નથી. નીતિ આયોગ દ્વારા રાજય સરકારને મેડિકલ યુનિવર્સિટી શરૂ કરવા તાકીદ કરી છે. આ સ્થિતિમાં આગામી એક વર્ષમાં રાજયમાં નવી મેડિકલ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવે તેવી શકયતાં છે.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ કમીશન હેઠળ દેશના દરેક રાજયમાં અલગ મેડિકલ યુનિવર્સિટી અસ્તિત્વમાં હોવી જોઇએ અને આ યુનિવર્સિટીના કુલપતિ હોદ્દાની રૂએ એનએમસીના સભ્ય રહેશે તેવું નક્કી કરાયુ છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડયાનુ નામ ગુજરાતના એનએમસીના સભ્ય તરીકે મોકલી આપવામાં આવ્યુ છે. મેડિકલ યુનિવર્સિટી નથી તે વાતને ગંભીરતાથી લેતાં હવે રાજય સરકારે પણ આગામી દિવસોમાં મેડિકલ યુનિવર્સિટીની રચના કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

હાલમાં રાજયમાં માત્ર મેડિકલની 28 અને ડેન્ટલની 15થી વધારે કોલેજો છે. જો મેડિકલ યુનિવર્સિટીની રચના થાય તો ખાલી મેડિકલ નહી પણ ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી સહિતની તમામ કોલેજોને પણ નવી મેડિકલ યુનિવર્સિટીમાં સ્થાપિત કરી દેવામાં આવે તેમ છે. આમ થાય તો મેડિકલ યુનિવર્સિટીમાં અંદાજે 400થી વધારે કોલેજો જોડાય તેવી શકયતાં છે. તમામ કોલેજોની મેડિકલ અને પેરા મેડિકલ બેઠકોની ગણતરી કરવામાં આવે તો અંદાજે 35 હજાર બેઠકો થાય છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp