26th January selfie contest

આ 34 દવાઓ સસ્તી થઇ શકે છે, એસેન્શિયલ મેડિસિનની લિસ્ટમાં શામેલ

PC: theconversation.com

જરૂરી એન્ટીબાયોટિક્સ દવાઓની કિંમતોને લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર આવશ્યક દવાઓની નવી લિસ્ટ જારી કરવા જઇ રહી છે. સરકારના આ નિર્ણય બાદ પેન કિલર, એન્ટિબાયોટિક્સ દવાઓ સહિત નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોડક્ટની કિંમતો ઓછી થવાના અનુમાન છે. સરકારે મંગળવારે કહ્યું કે, 34 નવી દવીઓની લિસ્ટમાં જોડવામાં આવી છે અને 26ને આવશ્યક દવાઓની સૂચિમાંથી હટાવી દેવામાં આવી છે. લિસ્ટમાં શામેલ દવાઓની કિંમતોમાં ફેરફાર આવી શકે છે.

આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચીમાં 384 દવાઓ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, આ સૂચિ તૈયાર કરવી એક લાંબી પ્રક્રિયા છે અને ભારતના લગભગ 350 વિશષજ્ઞોએ NLEM 2022ની લિસ્ટ તૈયાર કરી છે. તેના માટે તેમણે 140થી વધારે કન્સલ્ટેશન મીટિંગ્સ કરી છે.

આવશ્યક દવાઓની નેશનલ લિસ્ટમાં શામેલ થનારી દવાઓ અને ઉપકરણોની કિંમતો નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવશે. ત્યાર બાદ લિસ્ટમાં શામેલ દવાઓ અને ઉપકરણો નક્કી કિંમત પર માર્કેટમાં વેચાશે. આ સૂચિમાં જે દવાઓ શામેલ નથી, તેમની કિંમતો દર વર્ષે 10 ટકા વધારવાની પરવાનગી છે.

એન્ટિ ઇન્ફેક્ટિવ, મધુમેહના ઇલાજ માટે દવાઓ, HIV, ટીબી, ગર્ભનિરોધક અને હોર્મોનલ દવાઓ NLEM 2022નો હિસ્સો છે. કોવિડ-19ની દવાઓ અને વેક્સિનો NLEM 2022ની લિસ્ટમાં શામેલ નથી કરવામાં આવી. કારણ કે, તે ઇમરજન્સી ઉપયોગ ઓથોરિટી હેઠળ આવે છે. આવશ્યક દવાઓની નેશનલ લિસ્ટને દર ત્રણ વર્ષે રિવાઇઝ કરવામાં આવે છે. ગયા વખતે કોવિડના કારણે લિસ્ટને રિવાઇઝ કરવામાં ન આવી હતી.

NLEMમાં શામેલ દવાઓને શિડ્યુલ દવાઓ કહેવામાં આવે છે. NPPA આ દવાઓની કિંમતોને થોક પ્રાઇસ ઇન્ડેક્સના આધાર પર નક્કી કરવામાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, NLEM સુરક્ષા, પ્રભાવકારિતા અ પડતર પર તૈયાર કરવામાં આવી છે. તેમાં ફક્ત એ દવાઓ શામેલ છે, જેને ભારતીય નિયામકે અપ્રૂવ કરી છે. નવી સૂચિને દેશમાં બિમારીના બોજ અ વર્તમાનની સારવારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

1996માં પહેલી NLEM લિસ્ટમાં 279 દવાઓ શામેલ હતી. આ લિસ્ટને સમય સમય પર અપડેટ કરવામાં આવી છે. સામાન્ય રીતે દરેક ત્રણ વર્ષમાં સૂચિને સંશોધિત કરવામાં આવે છે. પણ, આ વખતે સાત વર્ષ પછી લિસ્ટમાં ફરેફાર કરવામાં આવી રહ્યો છે. કોવિડના કારણે લિસ્ટને અપડેટ કરવામાં નથી આવી. આ પહેલા 2015માં NLEM લિસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ વખતે 2015નૂ સૂચિમાંથી 26 દવાઓને હટાવવામાં આવી છે અને 34 નવી દવાઓને લિસ્ટમાં શામેલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp