કોરોનાના 5 સૌથી ખતરનાક લક્ષણ, દેખાતા જ થઈ જાઓ સાવધાન

PC: aajtak.in

કોરોના વાયરસના કેસો ફરીથી એક વખત દેશમાં ઝડપથી વધી રહેલા જોવા મળ્યા છે. કોરોનાની આ લહેર પહેલા કરતા પણ વધારે ઘાતક સાબિત થઈ રહી છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે, નવો કોવિડ સ્ટ્રેન ન માત્ર વધારે સંક્રામક છે પરંતુ ઘણા ગંભીર લક્ષણો પણ લઈને આવ્યો છે. આ વચ્ચે કેટલાંક દર્દીઓ હોમ ક્વોરન્ટાઈનમાં રિકવર થઈ રહ્યા છે, જ્યારે કેટલાંકની તબિયત બગડવા પર તેમને હોસ્પિટલમાં એડમિડ કરવાની ફરજ પડી રહી છે. તો ચાલો જોઈ લઈએ કોરોના પોઝીટિવ થવા પર કયા સંજોગોમાં તમારે હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર છે.

શ્વાસ લેવામાં તકલીફ

શ્વાસમાં તકલીફ અથવા છાતીમાં દુખાવો કોરોનાનું ઈન્ફેક્શન વધારે હોવાના સંકેત છે. કોરોના વાયરસ એક રેસ્પિરેટરી ઈન્ફેક્શન છે અને આ વાયરસ આપણ અપર ટ્રેક્ટમાં હેલ્ધી સેલ્સ પર હુમલો કરે છે. પરિણામે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તેની જાનને ખતરો વધી જાય છે.

ઓક્સિજન લેવલ

કોરોના સંક્રમિત થવા પર શરીરના ઓક્સિજન લેવલ પર પણ તેની ખરાબ અસર પડે છે. અસલમાં કોરોના પોઝીટિવ થવા પર વ્યક્તિના ફેફસાંની એર બેગમાં ફ્લુડ ભરાઈ જાય છે અને શરીરમાં ઓક્સિજનની કમી થઈ જાય છે. જો દર્દીનું ઓક્સિજન લેવલ સતત 80 કરતા ઓછું રહેતું હોય અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તો તરત હોસ્પિટલમાં એડિમિટ થવું જોઈએ.

બેહોશી અથવા બ્રેઈન ફંક્શનમાં મુશ્કેલી

ઘણા એવા કેસો પણ સામે આવ્યા છે જેમાં દર્દીઓના બ્રેઈન ફંક્શન અને નર્વસ સિસ્ટમને કોરોના પ્રભાવિત કરે છે. ઘણા દર્દીઓમાં કન્ફ્યુઝન, આળસ, બેચેની અને બેહોશી જેવા લક્ષણો પણ જોવામાં આવી ચૂક્યા છે. એક્સપર્ટ કહે છે કે, જો કોઈ દર્દીને તેના રોજિંદા સરળ કામો કરવામાં મુશ્કેલી આવી રહી હોય અથવા કોઈ વાક્યને બોલવામાં હિચકીચાહટ થતી હોય તો તરત જ હોસ્પિટલમાં જતા રહેવું જોઈએ.

છાતીમાં દુખાવો

છાતીમાં કોઈ પણ પ્રકારના દુખાવાને અવોઈડ કરવો જોઈએ નહીં. કોવિડના ઘણા કેસોમાં ફેફસાંના મ્યૂકોસલ લાઈનિંગ પર તે અટેક કરતો જોવા મળ્યો છે. આથી છાતીના તે હિસ્સામાં દર્દીને દુખાવો અને જલન મહેસૂસ થાય છે. આવી મુશ્કેલી થવા પર તરત તમારે ડૉક્ટરને સંપર્ક કરી વહેલી તકે હોસ્પિટલમાં એડમિટ થવાનું વિચારવું જોઈએ.

હોઠ પર નીલાપણું

કોરોના પોઝીટવ આવવા પર ઘણા લોકોના હોઠ અને ચહેરા પર નીલાપણું આવી જાય છે. આ શરીરમાં ઓક્સિજનના લેવલનો પ્રભાવિત થવાનો સંકેત છે. જેને મેડિકલ ભાષામાં હાઈપોક્સિયા કહેવામાં આવે છે. હાઈપોક્સિયામાં આપણા ટિશૂઝને પૂરતું ઓક્સિજન ન મળે તો બોડી સરખી રીતે કામ કરતી નથી.

સામાન્ય લક્ષણ

તાવ, ખાંસી, ગળામાં ખરાશ, નાક વહેવું, શરીર દુખવું, જોઈન્ટમાં દુખાવો અને સ્મેલ અને ટેસ્ટ ખોવી દેવા જેવા લક્ષણો કોરોનાના સામાન્ય લક્ષણો છે. સામાન્ય રીતે આ લક્ષણો દેખાવા પર હોમ ક્વોરન્ટાઈન થવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકોમાં આ લક્ષણો પણ ગંભીર રૂપ ધારણ કરી લે છે. આવી પરિસ્થિતિમાં તમારે હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ.

કોરોનાના એવા ઘણા લક્ષણો પણ છે, જેના દેખાવા પર તમારે હોસ્પિટલ જવાની જરૂર નથી. તમે ઘર બેઠા જ ઈમરજન્સી સર્વિસ પર ફોન કરી તેની સારવાર માટેની જાણકારી મેળવી શકો છો. સામાન્ય તાવ, ડાયેરિયા અથવા થાક અથવા બીજા કોઈ સામાન્ય લક્ષણ દેખાય તો તેમાં હોસ્પિટલમાં જતા રહેવાની જરૂર નથી. જો તમને કોરોના થયો છે અને તમારામાં લક્ષણ સામાન્ય છે તો તમે હોમ ક્વોરન્ટાઈન અથવા આઈશોલેશન વોર્ડમાં પણ શિફ્ટ થઈ શકો છો. ઘરમાં બાળકો, વૃદ્ધો અથવા કોઈ ગંભીર બીમારીથી પીડિત લોકોના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ કહે છે કે જો તમે કોઈ સંક્રમિત વ્યક્તિથી 6 ફૂટ દૂરી પર લગભગ 15 મિનિટ રહો છો તો તમે પણ આ બીમારીની ચપેટમાં આવી શકો છો. સંક્રમિત વ્યક્તિથી દૂર રહો અને બહાર જવા પહેલા માસ્ક પહેરવું જોઈએ અને બહાર જઈને આવ્યા પછી સાબુથી સારી રીતે હાથ ધોવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp