માતાને કેન્સર થયું, તેમની યાદમાં 9 વર્ષથી લોકોની ફ્રીમાં સારવાર કરે છે દીકરો

PC: newindianexpress.com

કેન્સર એક એવો રોગ છે જેનું નામ સાંભળતા જ ઘણાં લોકો ડરી જાય છે. તેની સારવારમાં કેટલા રૂપિયા ખર્ચ કરવા પડે છે તે સૌ કોઇ જાણે છે. મહિનાના પહેલા શનિવારે ઘણાં લોકો જમુહારના નારાયણ મેડિકલ કોલેજ આવે છે. આમાંથી ઘણાં લોકો તો 150-200 કિલોમીટરનું અંતર કાપી અહીં આવે છે. તેઓ અહીં એમ્સના એક ડૉક્ટર પાસેથી સારવાર લેવા આવે છે. અહીં ડૉક્ટર સાહેબ પાછલા 9 વર્ષોથી કેન્સરના દર્દીઓની ફ્રીમાં સારવાર કરી રહ્યા છે.

પોતાના જન્મસ્થળે કરે છે આ કામ

ડૉ.સુનીલ કુમાર એમ્સમાં કેન્સર સર્જરીના અસિસ્ટેંટ પ્રોફેસર છે. તેઓ બિહારના ડેહરી ઓન સોનમાં મહિનાના પહેલા વિકેંડ પર આવે છે અને ડૉક્ટરોની એક OPD લગાવે છે. તેમણે આ કામ પોતાની માતાના નામથી શરૂ કરવામાં આવેલા ફાઉન્ડેશન હેઠળ કર્યું છે. તેમની માતા પણ કેન્સરથી પીડિત હતા.

જ્યારે માતાને કેન્સર થયો

ડૉ.સુનીલ કુમાર જણાવે છે, હું અમેરિકામાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો જ્યારે મારી માતાને કેન્સર થયો. ત્યારે મને ભાન થયું કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આ બીમારીની સારવાર જ પહોંચી શકતી નથી. વર્ષ 2012માં મેં એમ્સ જોઇન કર્યું. બીજા જ વર્ષે તેમણે એક NGO ખોલી દીધું. માત્ર 5 લોકોએ મારી આમાં મદદ કરી હતી. આમાં 14-15 લોકો વોલિંટિયર કરતા હતા. જેઓ કેન્સરના દર્દીઓની જાણકારી અમારી સાથે શેર કરતા હતા.

લોકોની સારવારમાં પણ મદદ કરે

આ NGO આજે કેન્સરના દર્દીઓની મદદ કરે છે. તેમને ફ્રીમાં કંસ્લટંટ આપવામાં આવે છે. તેમની ટ્રીટમેન્ટની પ્લાનિંગ કરવામાં આવે છે. જો દર્દી એમ્સમાં સારવાર લેવા માગે છે તો તેમને સંપૂર્ણ રીતે ગાઇડ કરવામાં આવે છે. જરૂરિયાતમંદોને તો એડવાન્સમાં ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે.

લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવા જરૂરી

ડૉક્ટર સુનીલ કુમારનું કહેવું છે કે, અમારું પહેલું કામ લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવાના છે. ખાસ કરીને એવા ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં આજે પણ લોકોને આના વિશે જાણકારી નથી. ઘણાં દર્દીઓ એમ્સમાં આવે છે, તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ચૂકી હોય છે. અમારો લક્ષ્ય એ છે કે લોકોને આના વિશે જાણકારી હોય જેથી તેઓ બીમારીને જલદી ઓળખી લે અને આખી સારવાર મળી શકે.

તાલીમ પણ આપે છે

ડૉ. સુનીલ કુમાર કહે છે, હું લોકલ હેલ્થ વર્કર્સને તાલીમ પણ આપું છું જેથી શરૂઆતી તબક્કામાં જ બીમારી પકડમાં આવી શકે. તેમનું NGO સ્કૂલ, કોલેજમાં કેમ્પ લગાવીને લોકોને કેન્સર વિશે જાગૃત કરવાનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp