આ દેશી જડીબુટીમાં છે કોરોનાની દવા, IIT દિલ્હી અને જાપાનની સંસ્થાએ કર્યું સંશોધન

PC: amazonaws.com

અશ્વગંધાનો ઉપયોગ હજારો વર્ષોથી ભારતમાં કરાઇ રહ્યો છે. તેને ચિંતા અને તણાવ તથા પીડાનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે. આયુર્વેદમાં તે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જ્યારે કોરોનાની કોઇ દવા નથી ત્યારે આયુર્વેદનું મહત્ત્વ વધી રહ્યું છે અને તે અંગેના સંશોધનો પણ શરૂ થયા છે. હાલમાં અશ્વગંધાનો ઉપયોગ કરી કોવિડ-19ની દવા બનાવવા માટેનું મહત્ત્વનું સંશોધન શરૂ થયું છે. આ સંશોધન એટલા માટે વધુ મહત્ત્વ ધરાવે છે કારણ કે તે કોઇ નાની સૂની સંસ્થા નહીં પરંતુ આઇઆઇટી દિલ્હી છે. તેની સાથે જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ અને ટેક્નોલોજી જોડાયું છે.

આ સંસ્થાઓએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે અશ્વગંધામાં એવા પ્રકારના તત્વો હોય છે જે કોરોના સામે લડવામાં અસકારક છે. આ ઉપરાંત મધમાખીના પૂડા પણ પણ તે તત્વો મળી આવે છે. આ તત્વોમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે રોગો સામે લડી શકે છે અને શરીરને થતા નુક્સાનને રોકે છે.

અશ્વગંધા અંગે સંશોધન આયુષ મંત્રાલય પણ કરે છે

ભારત સરકાર પણ એવું સંશોધન કરે છે કે શું અશ્વગંધાનો ઉપયોગ એન્ટી મલેરિયલ ડ્રગ હાઇડ્રોક્લોરોક્વિનને બદલે કરી શકાય કે નહીં. તેના ક્લિનિકલ ટ્રાયલ આયુષ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ,, યુજીસી અને આઇસીએમઆર દ્વારા શરૂ કરાયા છે. તેઓ અશ્વગંધા, જેઠીમધ, ગળો પીપળો, અને એક પોલીહર્બલ ફોર્મ્યુલેશન (આયુષ 64)નો ઉપયોગ કરે છે.

શું છે અશ્વગંધા 

અશ્વગંધા એક પ્રકારનો છોડ છે. તેના દરેક ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. તેના મૂળિયાની ગંધ ઘોડા જેવા હોવાથી તેનું નામ અશ્વગંધા રખાયું છે. અશ્વ એટલે ઘોડા અને ગંધા એટલે તેના જેવી ગંધ. 

અશ્વગંધાનો ઉપયોગ હાલ આ રીતે કરાય છે

ચિંતા અને તણાવ- ચિંતા અને તણાવને દૂર કરવા માટે અશ્વગંધાનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપર કરાયેલા ક્લિનિકલ ટ્રાયલ બતાવે છે કે સ્ટ્રેસ અને એન્ઝાઇટીને દૂર કરવા માટે અશ્વગંધાનો ઉપયોગ કરી શકાય છે.

પીડાનાશક-આ અંગે થયેલા સંશોધનો બતાવે છે કે અશ્વગંધાનો ઉપયોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઇન્ફેક્શન કે ઇજાને કારણે થતું દર્દ તેનાથી ઓછું થાય છે.

બ્લડ શુગર- સંશોધનો બતાવે છે કે અશ્વગંધાના ઉપયોગથી શરીરમાં બ્લડ શુગરને લેવલ ઘટે છે. તે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધારે છે.

હ્રદયરોગ-કોલેસ્ટ્રોલને અને હાઇ બ્લડ પ્રેશરને ઘટાડવામાં અશ્વગંધા મદદ કરે છે.

કેન્સર-બ્રેસ્ટ, કોલોન, ફેફસાં અને મગજ અને ગર્ભાશયના કેન્સરમાં તે દવા તરીકે મદદરૂપ છે. તેમાં રહેલું વિથાફેરિન નામનું તત્ત્વ કેન્સરની ગાંઠને વધતા રોકે છે તેવું પ્રાણીઓ અને ટેસ્ટટ્યુબમાં કરાયેલા સંશોધનો સાબિત કરે છે.

 અશ્વગંધા અંગે જુદા જુદા સંસોધનો કરાય છે. વિદેશોમાં તેને હેલ્થ સપ્લિમેન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. ગર્ભવતી સ્ત્રોઓ દ્વારા તેનો ઉપયોગ કરી શકાય નહીં કારણ કે તેનાથી વહેલી ડિલિવરી થઇ શકે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp